જીંદગીકે બાદ ભી જીંદગી કે સાથ ભી…..

ભારત સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ સીઆરએસ પોર્ટલ સતત અપડેટ થતું હોય સર્વર ઉપર થોડો સમય અસર રહેશે છતાં ………….
જામનગર કોર્પોરેશનની જન્મ – મરણ નોંધણી શાખામાં ટેક્નોલોજી અને પારદર્શિતાનો ધમધમાટ
મહાનગરપાલિકાના કમિશનર તથા ડેપ્યુટી કમિશનર દ્વારા પારદર્શક, જવાબદાર અને નાગરિકમૈત્રી વહીવટ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ રજિસ્ટ્રાર, બ્રાન્ચ હેડ, ઓપરેટરો, કાયમી તેમજ આઉટસોર્સ મળીને સૌ કર્મયોગીઓની સંકલિત કામગીરી થી વિશ્વાસ અને જનકલ્યાણ ના સેવાભાવ સાથે કાર્યરત આ વિભાગનું સમગ્ર તંત્ર
– નવી સિસ્ટમ મુજબ સૌ એ દાખલો કઢાવી લેવો જરૂરી – સમગ્ર દેશમાં આ જ
, પ્રથમ નામ બીજું નામ અને છેલ્લે અટક વાળું ફોર્મેટ ચાલસે
જામનગર ( ભરત ભોગાયતા)
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં જન્મ અને મરણ નોંધણીની પ્રક્રિયાને એકરૂપ અને વધુ પારદર્શક બનાવવા માટે નવા રાષ્ટ્રીય પોર્ટલનો અમલ કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાને અનુરૂપ જામનગર મહાનગરપાલિકાના જન્મ-મરણ નોંધણી વિભાગમાં પણ કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રોજિંદા ધોરણે મોટી સંખ્યામાં અરજીઓની પ્રક્રિયા, દાખલાઓની નોંધણી અને પ્રમાણપત્રોના વિતરણથી વિભાગ સતત જનસેવામાં વ્યસ્ત રહે છે.
મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયા તથા ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા દ્વારા પારદર્શક, જવાબદાર અને નાગરિકમૈત્રી વહીવટ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ રજિસ્ટ્રાર, ઇન્ચાર્જ અધિકારી, બ્રાન્ચ હેડ, ઓપરેટરો, કાયમી તેમજ આઉટસોર્સ કર્મચારીઓ સહિતનો સમગ્ર સ્ટાફ સેવાભાવ સાથે કાર્યરત છે. નાગરિકોને સમયસર અને નિયમસર સેવા મળે તે માટે તમામ કર્મચારીઓ કર્મયોગીની ભાવનાથી પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.
હાલમાં ભારત સરકાર દ્વારા જન્મ-મરણ નોંધણી માટે સી.આર.એસ. એટલે કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ માટે નવું પોર્ટલ એકસરખી નોંધણી પધ્ધતિ માટે અમલમાં આવ્યું છે અને તેમાં સતત અપડેશન થાય છે માટે ક્યારેક ક્યારેક સિસ્ટમ ધીમી પણ પડે છે.આ નવા પોર્ટલ નો હેતુ સમગ્ર દેશમાં જન્મ અને મરણ નોંધણીની પ્રક્રિયાને એકસમાન, પારદર્શક અને ડિજિટલ બનાવવાનો છે. જે ઉદેશ્ય સાથે જામનગર કોર્પોરેશનની જન્મ મરણ નોંધણી શાખા કદમ મિલાવે છે
આ પોર્ટલના અમલ બાદ સમગ્ર દેશમાં જન્મ અને મરણ નોંધણીની પ્રક્રિયા એકરૂપ બની છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ આ નવી ડિજિટલ વ્યવસ્થાનો સફળ અમલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે નોંધણી, પ્રમાણપત્ર વિતરણ અને ડેટા વ્યવસ્થાપનમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવી છે. જોકે પોર્ટલ સતત અપડેટ થતુ રહેતુ હોય કામગિરીમા કયારેક વિક્ષેપ પણ આવે છે તેમ જાણવા મળ્યુ છે
બ્રાંચ હેડ વસંતભાઇ ભદ્રા જણાવે છે કે અમોને કમીશનર સાયબ,ડેપ્યુટી કમીશનર સા. અને લગત અધીકારીઓનુ સતત મોટીવેશન અને ઇન્સ્પાયરેશન મળતુ રહે છે જે આ બ્રાંચની સફળતાનુ રહસ્ય છે અને સતત પબ્લીક ડીલીંગવાળી આ બ્રાંચના સૌ કર્મયોગીઓની જહેમત સરાહનીય છ
@ સી આર એસ પોર્ટલના સફળ અમલથી જામનગર મનપામાં ડિજિટલ જનસેવાને વેગની દિશામાં બ્રાંચ સક્રિય – હવે આ નવા પોર્ટલ વાળુ દાખલાઓ નું ફોર્મેટ જ માન્ય રહેશે માટે આ પધ્ધતિ મુજબ નોંધણી ફરજિયાત છે હા કોઈને આધાર પણ માં બર્થ ડેટ હોય જ છે તે પણ જરૂર પડે ત્યાં રજૂ કરી શકાય છે
નવા ભારતના ડિજિટલ શાસનને જામનગરનો મજબૂત સાથ છે અને કોર્પોરેશનની જન્મ-મરણ નોંધણી. બ્રાંચમાં પારદર્શિતા, ઝડપ અને જનસેવાનું અનોખું મોડેલ રજૂ થય રહ્યું છે જેમાં
રોજ ત્રણસોથી વધુ એન્ટ્રીની કામગીરી સાથે જવાબદારી પૂર્વકની કામગીરી વચ્ચે ટોપ ટુ બોટમ કર્મયોગી સ્ટાફની નિષ્ઠા જોવા મળે છે સમગ્ર દેશ માટે એકરૂપ પદ્ધતિનો સફળ અમલ કરવાભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં જન્મ અને મરણ નોંધણી માટે અમલમાં મૂકાયેલા નવા રાષ્ટ્રીય પોર્ટલને સફળતાપૂર્વક કાર્યરત બનાવવામાં જામનગર મહાનગરપાલિકાનું જન્મ-મરણ નોંધણી તંત્ર નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતી આ વ્યવસ્થામાં રોજ સેંકડો નાગરિકોને સમયસર અને પારદર્શક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન હેઠળ જન્મ-મરણ નોંધણી વિભાગમાં રજિસ્ટ્રાર, બ્રાન્ચ હેડ, ઓપરેટરો, કાયમી કર્મચારીઓ તથા આઉટસોર્સ સ્ટાફ સેવાભાવથી કાર્યરત છે.
નવા પોર્ટલ અંતર્ગત જન્મની વિગતો હોસ્પિટલો દ્વારા અને મૃત્યુની વિગતો હોસ્પિટલો તથા સ્મશાનગૃહો દ્વારા સીધી ઓનલાઇન અપલોડ કરવામાં આવે છે. પરિણામે નોંધણી પ્રક્રિયામાં ઝડપ અને ચોકસાઈ આવી છે તેમજ માનવસર્જિત ભૂલોની શક્યતા પણ ઘટી છે દેશવ્યાપી એકરૂપતા લાવવાના હેતુથી ફર્સ્ટ નેમ, સેકન્ડ નેમ અને સરનેમની યુનિફોર્મ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં વિવિધ સરકારી દસ્તાવેજોમાં નામ સંબંધિત વિસંગતતાઓ દૂર કરવામાં આ પદ્ધતિ ઉપયોગી સાબિત થશે.

@જામનગર સિવાયના ગામ નગર માંથી કે રાજ્યોમાંથી પણ લોકો કોર્પોરેશનમાં આ દાખલાઓ માટે આવેછે
વિભાગમાં દરરોજ અંદાજે અઢીસો થી ત્રણસો અરજદારો વિવિધ કામો માટે આવે છે. નોંધણી, સુધારા, પ્રમાણપત્રોનું વિતરણ સહિતની કામગીરી રોજ કરવામાં આવતી હોવાનું જાણવા મળે છે. ખાસ વાત એ છે કે જામનગરમાં જન્મ અથવા મૃત્યુ નોંધાયેલ હોય તેવા અન્ય જિલ્લાઓ અને રાજ્યોના નાગરિકો પણ જરૂરી પ્રક્રિયા માટે અહીં પહોંચે છે.
નવી ડિજિટલ વ્યવસ્થામાં સમયાંતરે અપડેશન અને ટેકનિકલ સુધારાઓને કારણે ક્યારેક સર્વર પર અસર જોવા મળે છે, છતાં અધિકારીઓ અને સ્ટાફ નાગરિકોને અગવડ ન પડે તે માટે સતત પ્રયાસશીલ રહે છે. કામગીરીને નજીકથી જોનાર કોઈપણ વ્યક્તિને વિભાગની સુવ્યવસ્થિત કામગીરી, જવાબદારી અને સેવાભાવનો પરિચય થઈ જાય છે.આમ, ટેકનોલોજી, પારદર્શિતા અને જનકેન્દ્રિત અભિગમના સમન્વયથી જામનગર મહાનગરપાલિકાનું જન્મ-મરણ નોંધણી તંત્ર સમગ્ર ગુજરાતમાં એક ઉદાહરણરૂપ વ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે. ડિજિટલ સેવાનો ધમધમાટ સાથે જન્મ અને મૃત્યુની સંપૂર્ણ ઓનલાઇન નોંધણી માટે આ બ્રાંચ નું હોસ્પિટલો અને સ્મશાનગૃહો સાથે સીધું જોડાણ છે અને ગુજરાતી અંગ્રેજી એક સાથે લખાણ નો દાખલો અપાય છે
———————————
રીગાર્ડઝ
ભરત જી. ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
B.sc.,ll.b.(+special),diploma yog &naturopathy (ગુજ.આયુ.યુની.),જર્નાલીઝમ (હિન્દી)
8758659878
bhogayatabharat@gmail.com




