MORBI:મોરબી નજીક રીક્ષામાં ક્રુરતાપૂર્વક કતલખાને લઇ જવાતા અબોલ જીવને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધા.

MORBI:મોરબી નજીક રીક્ષામાં ક્રુરતાપૂર્વક કતલખાને લઇ જવાતા અબોલ જીવને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધા.
થાનથી મોરબી કતલખાને લઇ જવાતા અબોલ જીવને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધું છે રીક્ષામાં ક્રુરતાપૂર્વક બાંધેલા પાડાને બચાવી લઈને મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લઈને પોલીસને સોપવામાં આવ્યા છે
મોરબી ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે આજે સવારે એક અબોલ જીવને રીક્ષામાં રફાળેશ્વર થઈને મોરબી ખાટકીવાસમાં કતલખાને લઇ જવામાં આવી રહ્યું છે જેથી ટીમે મોરબીના સામાકાંઠે વોચ ગોઠવી હતી અને સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૮૯૧૧ રોકીને ચેક કરતા જીવ નંગ ૦૧ પાડો ક્રુરતાપૂર્વક બાંધી લઇ જવાતો હતો અને વાહનચાલકની પૂછપરછ કરતા કોઇપણ પરમીટ ના હોવાનું અને માથકથી ભરીને ખાટકીવાસ મોરબીમાં કતલ કરવા લઇ જતા હોવાનું જણાવ્યું હતું જેથી બે ઇસમોને ઝડપી લઈને રીક્ષા સહિતનો મુદામાલ બી ડીવીઝન પોલીસને સોપી કાયદેસર ગુનો દાખલ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે









