MORBI:મોરબી આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજાની સમયસર અને સચોટ સારવારથી ૬૦ વર્ષના દર્દીને નવજીવન મળ્યું

MORBI:મોરબી આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજાની સમયસર અને સચોટ સારવારથી ૬૦ વર્ષના દર્દીને નવજીવન મળ્યું
મોરબી આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજાની સમયસર અને સચોટ સારવારથી મરણાવસ્થામાંઆવેલા ૬૦ વર્ષના દર્દીને નવજીવન મળ્યું છે. ગંભીર હાલતમાં વેન્ટિલેટર પર મુકાયેલા દર્દી માત્ર પાંચ દિવસમાં સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.
તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ એક ૬૦ વર્ષના દર્દીને અત્યંત ગંભીર હાલતમાં મોરબી આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇમરજન્સી સમયે દર્દી બેભાન હાલતમાં હતા અને તેમનું ઓક્સિજન લેવલ માત્ર ૫૮ ટકા હતું. તપાસ દરમિયાન ડો. સત્યજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે દર્દીને હૃદયનો મોટો હુમલો આવ્યો હતો, લોહીમાં CO₂નું લેવલ ૯૮ જેટલું થઈ ગયું હતું, કિડની પર ગંભીર અસર પડી હતી તેમજ ફેફસામાં ચેપ ફેલાયો હતો. દર્દીની નાજુક સ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા. દર્દીના દીકરાએ ભાવુક વિનંતી કરતાં કહ્યું હતું કે, “સાહેબ, આ મારા પપ્પા છે, ગમે તેમ કરીને એમને બચાવો.” ડો. સત્યજીતસિંહ જાડેજાની કુશળતા, યોગ્ય નિદાન અને સતત દેખરેખ હેઠળ આપવામાં આવેલી સારવારના પરિણામે વેન્ટિલેટર પર રહેલા દર્દીની હાલત ધીમે ધીમે સુધરી અને માત્ર પાંચ દિવસમાં તેઓ સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હતી. દર્દી તથા તેમના પરિવારજનોએ ડોક્ટર અને મોરબી આયુષ હોસ્પિટલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.








