AHAVADANG

વાંસદા તાલુકામાં 14 વર્ષીય સગીરાને બળજબરી ઉઠાવી બળાત્કાર ગુજારનાર 8 નરાધમોને પોલીસે દબોચી લીધા…

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાં  સગીરા શૌચક્રિયા માટે ઘરની બાહર નીકળતા ઉઠાવી જઈ સામૂહિક બળાત્કાર ગુજારનાર એક સગીર સહિત 8 નરાધમોને પોલીસે અટક કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સગીર ને સુરત ખાતે રિમાન્ડ હોમ ખાતે મોકલી આપ્યો હતો જ્યારે બીજા સાત ઇસમોને કોર્ટમાં હાજર કરતા  સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.વાંસદા તાલુકાના એક ગામમાં  રાત્રીના 10.30 કલાકે શૌચક્રિયા માટે ઘરથી બહાર નીકળેલી હતી આ દરમિયાન ત્રણ યુવાનોએ તેનું મોઢું દબાવી બળજબરી બાઇક ઉપર બેસાડી ચેકડેમ પાસે લઈ ગયા હતા ત્યાં અન્ય પાંચ યુવાનો ને પણ બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ સગીર ઇસમ સાથે આઠે નરાધમો પિયુષ દિનેશભાઈ નાયક રહે.બારતાડ જાગીરી ફળિયા તા.વાંસદા , નિખિલ સુરેશભાઈ ચૌધરી રહે.મિયાઝરી બારી ફળિયા તા.ચીખલી , ઉદય મનોજભાઈ ભોંયા રહે.પીપલખેડ ઉપલું ફળિયું તા.વાંસદા , સાહિલ ધર્મેશભાઈ ભગરીયા રહે.ખાનપુર  બારતાડ જાગીરી ફળીયું તા.વાંસદા , રવિન્દ્ર સોમાભાઈ દેવળભાઈ ભગરીયા રહે.બારતાડ બેડપાડા ફળિયા તા.વાંસદા , આકાશ વિપુલભાઈ બુધનભાઈ દેશમુખ રહે.ખાનપુર પિલાડ ફળિયું તા.વાંસદા , રાહુલ ઠાકોરભાઈ નગીનભાઈ ધો.પટેલ રહે.બારતાડ જાગીરી ફળિયા તા.વાંસદાએ 14 વર્ષીય સગીરા સાથે પીપલખેડ ગામે એક પાણીની ટાંકી પાસે આવેલા રૂમ પાસે લઈ જઈ ત્યાં સગીરાને મારી નાંખવાની ધમકી આપી વારાફરતી તેની ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું  હતું આ બનાવમાં ભોગ બનનાર સગીરાની માતાએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘણતરી ના કલાકોમાં તમામ હવસખોરોને પકડી પાડ્યા હતા પોલીસે પોક્સો અને અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધી એક સગીર હોવાથી રિમાન્ડ હોમ સુરત ખાતે મોકલી આપ્યો હતો જ્યારે તમામ સાત આરોપીઓને  આહવા કોર્ટમાં  હાજર કરતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

Back to top button
error: Content is protected !!