MORBI:મોરબી પ્રદેશકક્ષા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધામાં મહેન્દ્ર બરાસરા લોકવાદ્યમાં પ્રથમ અને દુહા છન્દમાં ત્રીજા નંબરે વિજેતા




MORBI:મોરબી પ્રદેશકક્ષા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધામાં મહેન્દ્ર બરાસરા લોકવાદ્યમાં પ્રથમ અને દુહા છન્દમાં ત્રીજા નંબરે વિજેતા


ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર સંચાલિત જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અધિકારી કચેરી વડોદરા સંચાલિત મધ્યઝોન કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫ ઊર્મિ સ્કૂલ સમા સાવલી રોડ વડોદરા મુકામે ગત ૧૦, ૧૨ જાન્યુઆરી ના રોજ યોજાઈ ગયેલ જેમાં મોરબીની સાર્થક વિદ્યામંદિર ધોરણ ૫ માં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઇ બરાસરા એ લોકવાદ્ય -અ વિભાગમાં પ્રથમ અને દુહા છન્દ ચોપાઈ માં ત્રીજા નંબરે વિજેતા થયેલ છે. જેઓ આગામી રાજ્ય કક્ષા ની સ્પર્ધામાં ઉપરોક્ત સ્પર્ધામાં મધ્યઝોન કક્ષાનું પ્રતિનિધિત્વ કરશે જે બદલ મોરબી જીલ્લાના યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ તેમજ શાળા પરિવાર અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા મહેન્દ્રને શુભેચ્છાઓ પાઠવેલ.




