GUJARAT

રાજુલા પંથકમાં 1 યુવતી સાથે આરોપી છરીની અણી વડે અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો 60 હજાર પડાવી લીધા બાદ 20 લાખની માંગ કરનારા આરોપીની ધરપકડ કરી

રાજુલા પોલીસ આજે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી વધુ પુરાવા એકત્ર કરશે તપાસનો ધમધમાટ શરૂ

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા પંથકમાં 1 યુવતી સાથે આરોપી છરીની અણી વડે અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો 60 હજાર પડાવી લીધા બાદ 20 લાખની માંગ કરનારા આરોપીની ધરપકડ કરી

રાજુલા પોલીસ આજે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી વધુ પુરાવા એકત્ર કરશે તપાસનો ધમધમાટ શરૂ

અમરેલી જિલ્લામા આવેલ રાજુલા પંથકની 1 યુવતી સાથે છરીની અણીએ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાય છે ફરીયાદ પ્રમાણે 1 વિધાર્થી યુવતી સાથે રાજુલા શહેરના 1 આરોપી રાકેશ લાખાભાઈ કાતરીયા દ્વારા છરીની અણીએ વાંરવાર દુષ્કર્મ આચરતો હતો બીભત્સ ફોટા પણ વાયરલ કરવા મુદ્દે આ ઉપરાંત 60 હજાર જેટલી રકમ પડાવી લીધી હતી રાકેશ નામના આરોપીએ વિદ્યાર્થીને સોશ્યલ મીડિયામાં ફોલો કરી માહિતી મેળવી લીધી રાજકોટ ખાતે અભ્યાસ પૂર્ણ કરી 2021માં વિધાર્થીને ઘરે લઈ જઈ તે દરમ્યાન રાકેશએ વિધાર્થીનીને ઘરે લઈ જઈ છરી બતાવી દુષ્કર્મ આચર્યું મૂંઢ માર માર્યો હતો આ ઉપરાંત રાજકોટ કોલેજ કાળ દરમ્યાન પણ વિધાર્થીનીને એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વિધાર્થીની પાસેથી 20 લાખની માંગ કરી હતી પરંતુ ન આપતા બધા સોશ્યલ મીડિયામાં વોટ્સએપમાં બીભત્સ વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે આ અંગે વિધાર્થીનિએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા રાજુલા પોલીસએ ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


રાજુલા પોલીસએ નરાધમ રાકેશ કાતરીયાની ધરપકડ કરી

રાજુલા શહેરનો રહેવાસી આરોપી રાકેશ કાતરીયા રાજુલા શહેરમાં દૂધની ડેરીના વ્યસાય સાથે સંકળાયેલો છે અને અવાર નવાર દુષ્કર્મ આચરી મારી છરીની અણીએએ મારી નાખવાની ધમકી આપતો હતો આ ઘટનાની માહિતી અમરેલી SP સંજય ખરાત સુધી પોહચતા આ ઘટનાની ગંભીરતા દાખવી રાજુલા પોલીસને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપતા રાજુલા પી.આઈ.વિજય કોલાદરાની ટીમ દ્વારા પોલીસએ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી પૂછ પરછ હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ ઉપરાંત રાજુલા પોલીસએ સોશ્યલ મીડિયામાં એક ટીમ બેસાડી તપાસ શરૂ કરી છે આ વીડિયો રાજુલા પંથકમાં ક્યાં ક્યાં ગ્રૂપ અન્ય લોકોએ શેર કરી રહ્યા છે તે અંગે તપાસ કરી ફોરવડ કરનારા લોકો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે આ ઘટના અંગે સમગ્ર પંથકમાં આરોપી રાકેશ કાતરીયા સામે લોકોમાં નારજગી વધી રહી છે કાયદાકીય રીતે કડક કાર્યવાહી હાથ ધરવા તૈયારીઓ હાથ ધરી છે.

DYSP નયના ગોરડીયાએ કહ્યું તારીખ 15-1એ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે જેમાં ફરીયાદી પીડિતા છે તેના ઉપર આરોપી રાકેશ કાતરીયાએ અવાર નવાર દુષ્કર્મ આચરયુ છે તેના ફોટા વીડિયો બીભત્સ વાયરલ કરવાની ધમકીના ઇરાદે દુષ્કર્મ આચરતો ઇન્સ્ટા ગ્રામ મારફતે કોન્ટેકમાં આવ્યા હતા છેલ્લા 3 વર્ષમાં અવાર નવાર દુષ્કર્મ આચર્યું છે બ્લેક મેઇલ કરતો હતો આ દુષ્કર્મ આચર્યાનો એક વીડિયો બનાવ્યો હતો જે ખુબજ ખરાબ બીભત્સ ફોટા વીડિયો છે આ વીડિયો રાજુલાની અંદર અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવાની ધમકીઓ આપી હતી આ વીડિયો ન વાયરલ કરવા મુદ્દે અગાવ રૂ.60 હજાર વિધાર્થીના અભ્યાસના હતા તે આપી દીધા હતા તેમ છતાં આરોપી રાકેશને વધુ લાલચ લાગતા 20 લાખની માંગ કરી પરંતુ પીડિતા વિધાર્થી પાસે ન હોવાથી તેને અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં વીડિયો ફોટા બીભત્સ શેર કરી વાયરલ કર્યા છે.આ અંગે અમે રાકેશ કાતરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આજે કોર્ટમાં રજૂ કરીશું.

DYSP નયના ગોરડીયાએ વધુમાં કહ્યું આ ઘટનામાં આરોપીની પૂછ પરછ ચાલી રહી છે આરોપીએ જે તે વીડિયો વાયરલ કર્યો છે ખાનગીના પણ ફોટા વીડિયો જેને પણ શેર કર્યા છે વાયરલ કર્યા છે તે દિશામાં જ આખી તપાસ ચાલી રહી છે. જે જે વોટ્સએપ ગ્રૂપ.આ ફડધર વીડિયો વાયરલ કરવામાં આવ્યા હશે તો તેને પોલીસ છોડશે નહિ.

Back to top button
error: Content is protected !!