MORBI મોરબી લખધીરજી એન્જીનીયરીંગ કોલેજને સ્થાપનાને ૭૫ વર્ષ પુરા થતા ત્રણ દિવસ નો પ્લેટીનમ જયુબિલી સેલીબ્રેશન કાર્યક્રમ યોજાયો.




MORBI મોરબી લખધીરજી એન્જીનીયરીંગ કોલેજને સ્થાપનાને ૭૫ વર્ષ પુરા થતા ત્રણ દિવસ નો પ્લેટીનમ જયુબિલી સેલીબ્રેશન કાર્યક્રમ યોજાયો.

લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ મોરબી ની સ્થાપના ને ૭૫ વર્ષ પુરા થતા હોય કોલેજ ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ના સંગઠન લેન્કો એલમની એસોસિયેશન દ્વારા કોલેજ ની પ્લેટીનમ જયુબિલી સેલીબ્રેશન નો કાર્યક્રમ જાન્યુઆરી ૯-૧૦- ૧૨ દરમિયાન મોરબી ખાતે યોજાઈ ગયો.

આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે કોલેજ ના ભુતપૂર્વ વિદ્યાર્થી અને ગુજરાત રાજ્ય ના વન પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ના મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, તથા કોલેજ ના ભુતપૂર્વ વિદ્યાર્થી અને પી એસ પી પ્રોજેક્ટ પ્રા.લી. ના ચેરમેન અને એમ. ડી. પ્રહલાદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અતિથિ વિશેષ તરીકે લેન્કો એલમની એસોસિયેશન ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ શ્રી હરીશભાઈ રંગવાલા તથા હર્ષા એન્જીનીયર્સ -અમદાવાદ ના શ્રી રાજુભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા.તારીખ ૯ જાન્યુઆરી ના સાંજે રજીસ્ટ્રેશન સાથે કાર્યક્રમ ની શરૂઆત થઈ હતી. રાત્રે કોલેજ ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગીત – સંગીત નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ એ સાથે મળીને ડાન્સ અને મ્યુઝિક નો ખુબ જ આનંદ માણ્યો હતો.
તારીખ ૧૦ જાન્યુઆરી ના સવારે કોલેજ માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા એ આ પ્રસંગે ખુબજ ભાવુક પ્રવચન આપ્યું હતું. બપોરે ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડાન્સ અને ડીજે ના તાલે વિદ્યાર્થીઓ મોરબી ની મુખ્ય બજારો માં ઢોલ નગારા સાથે ફર્યા હતા.

દેશ વિદેશ થી બહુ મોટી સંખ્યામાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની માતૃ સંસ્થા નું ઋણ અદા કરવા મોરબી ખાતે આવી પહોંચ્યા હતા.૧૯૫૮ ના પાસ આઉટ થી લઈને ૨૦૨૪ ના પાસ આઉટ એવા ૨૦૦૦ થી વધારે ભુતપૂર્વ વિદ્યાર્થીઓ મા ના ખોળે કોલેજ કાળના ગોઠીયાઓ ને મળવા આવી પહોંચ્યા હતા. ગુજરાત રાજ્ય ના વન પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ના મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા પણ આ કોલેજ ના ભુતપૂર્વ વિદ્યાર્થી છે. અને એ નાતે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રીટાયર્ડ આઈ એ એસ, કલેકટર, ચીફ એન્જિનિયર થી લઈને મોટા મોટા ઉધોગપતિઓ અને કુશળ ને કાબેલ એન્જીનીયર્સ પોતાના મિત્રો ને વ્હાલ થી વળગી પડતા જોવા એ પણ એક લ્હાવો હતો!

લેન્કો એલમની એસોસિયેશન દ્વારા આયોજિત આ પ્લેટીનમ જયુબિલી સેલીબ્રેશનખુબ જ ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે મિત્રતા નો મહોત્સવ બની રહયો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લેન્કો એલમની એસોસિયેશન ના પ્રેસિડેન્ટ અમૃત મેનપરા, ઉપ પ્રમુખ હસમુખભાઇ ઉભડીયા, સેક્રેટરી જયદેવ શાહ અને નરસંગ હુંબલ , ગ્લોબલ કો-ઓર્ડિનેટર શ્રી બાબુભાઈ વાઘાણી તથા પ્લેટીનમ જયુબિલી સેલીબ્રેશન કમીટી ના વાઈસ ચેરમેન સવજીભાઈ સીતાપરા અને કમીટીના મેમ્બર્સ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉપરાત લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ના પ્રિન્સીપાલ, પ્રોફેસર્સ તથા વિધાર્થીઓએ સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે ખુબજ સહયોગ આપ્યો હતો. પ્રોફેસર જાગૃતિ ભેડા એ ગોલ્ડ મેડલ ફંકશન કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું.



