DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રામાં “અકસ્માત નહીં, હત્યા! દોડતા યુવકને બોલેરોથી કચડી નાંખ્યો – ભાણેજ સહિત બે આરોપી ઝડપાયા

તા.23/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં બનેલો એક માર્ગ અકસ્માતનો બનાવ હવે હત્યાનો કેસ બની સામે આવ્યો છે ગત 15 જાન્યુઆરીના રોજ વહેલી સવારમાં જીવા ગામથી ચુલી રોડ પર દોડ માટે નીકળેલા 29 વર્ષીય યુવરાજસિંહ ઝાલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો શરૂઆતમાં આ કેસ અનડીટેક્ટ અકસ્માત તરીકે નોંધાયો પરંતુ ધાંગધ્રા તાલુકા પોલીસે સી. સી. ટી. વી. ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે
આ બનાવ પાછળની સત્યતા બહાર લાવી છે પોલીસ તપાસમાં ખુલ્યું કે મરણ જનાર યુવકની હત્યા તેના જ સગા ભાણેજ દિવ્યરાજસિંહ જાડેજા અને તેના મિત્ર મયુર દુધરેજીયાએ
જૂની મનદુઃખ અને વેરભાવના કારણે પૂર્વનિયોજિત રીતે કરી હતી આરોપીઓએ બોલેરો કારની નંબર પ્લેટ ઢાંકી યુવરાજસિંહ પર બે વખત ગાડી ચડાવી ઘટનાસ્થળે જ મોત નિપજાવ્યું હતું ધ્રાંગધ્રા ડીવાયએસપી જે. ડી. પુરોહિત અને તાલુકા પીઆઇ એન.ડી. ચુડાસમા અને ખાસ ટિમ દ્વારા સઘન તપાસ બાદ પોલીસે બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી અકસ્માતનો કેસ હવે હત્યાના ગુનામાં રૂપાંતરિત કર્યો છે આ તકે ધ્રાંગધ્રા પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતે જણાવ્યું કે ગુનો થોડો સમય છુપાવી શકાય પરંતુ સત્યથી બચી શકાતું નથી પોલીસ ગુનેગારને પાતાળમાંથી પણ શોધી લાવવા સક્ષમ છે.

Back to top button
error: Content is protected !!