BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ : આલિયાબેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા 77મો પ્રજાસત્તાક દિવસ ગૌરવભેર ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એન. ખરાડી ઉપસ્થિત રહ્યા હતા.

ઉજવણી દરમિયાન દહેજ મરીન પોલીસ મથકના પી.આઈ. શ્રી બી.એન. સગર, ભરૂચ એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. શ્રી બી.એસ. સેલાણા, કોસ્ટ ગાર્ડના પી.ટી.ઓ. શ્રી પ્રમોદ કુમાર, ફોરેસ્ટ વિભાગના પી.એસ.આઈ. શ્રી સી.સી. વસાવા સહિત દહેજ મરીન પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ, એસ.ઓ.જી. પોલીસ તેમજ હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ગામમાં વર્ષોથી વસવાટ કરતા કચ્છી જત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશની એકતા, અખંડિતતા અને બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!