MORBI મોરબી મનપાની દબાણ હટાવ ઝુંબેશ સામે વેપારીઓમાં ઉગ્ર રોષ

MORBI મોરબી મનપાની દબાણ હટાવ ઝુંબેશ સામે વેપારીઓમાં ઉગ્ર રોષ
વેપારીઓના ચક્કાજામ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના વેપારીઓ જોડાયા
મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ સામે વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છે. તખ્તસિંહજી રોડ પર વેપારીઓએ એકઠા થઈ આક્રમક આંદોલન શરૂ કર્યું છે, જેના કારણે મોરબીના મુખ્ય બજારો અને માર્ગો પર સ્થિતિ તંગ બની છે. વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે, જેને પગલે આજે વેપારીઓએ એકજૂથ થઈને ચક્કાજામ કરી તંત્ર સામે બાંયો ચડાવી છે.
આંદોલન દરમિયાન તખ્તસિંહજી રોડ અને શિવાની સિઝન પાસેના મુખ્ય ચોકમાં વેપારીઓ અને કોંગ્રેસના નેતાઓએ રસ્તો રોકી દેતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સમયે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ભારે ખેંચતાણ અને ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. આ ચક્કાજામ એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ ટ્રાફિકજામ ફસાયા પોલીસે ટ્રાફિક હળવો કરવા સમજાવટના પ્રયાસો કર્યા હતા, પરંતુ વેપારીઓ તેમની માંગ પર અડગ રહ્યા હતા. વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે જપ્ત કરેલો સામાન તાત્કાલિક પરત કરવામાં આવે અને વેપારીઓને થતી કનડગત બંધ કરવામાં આવે.









