DAHODGUJARAT

દાહોદના રતનમહાલ રીંછ અભયારણ્યનો રસ્તો બિસ્માર, AAP દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

તા.૨૮.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના રતનમહાલ રીંછ અભયારણ્યનો રસ્તો બિસ્માર, AAP દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

​દાહોદ | પ્રખ્યાત પર્યટન સ્થળ રતનમહાલ રીંછ અભયારણ્યને જોડતા મુખ્ય માર્ગોની અત્યંત ખરાબ હાલતને લઈને આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. રસ્તાના રિપેરિંગ અને નવા રોડની માંગ સાથે આજે ‘આપ’ના નેતાઓ અને કાર્યકર્તાઓએ દાહોદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.આવેદન રૂપી જણાવવામાં આવ્યું હતુંકે ​છેલ્લા લાંબા સમયથી દેવગઢ બારીયા અને ધાનપુર વિસ્તારમાં આવેલા રતનમહાલ જવાનો માર્ગ ભંગાર હાલતમાં ફેરવાયો છે.​સાગારાથી મેન્દ્રા ચોકડી: અંદાજે 10 કિ.મી.નો રસ્તો ખખડધજ.​મેન્દ્રા ચોકડીથી ફાંગીયા: અંદાજે 20 કિ.મી.માં મોટા ખાડાઓનું સામ્રાજ્ય.અને ​ફાંગીયાથી કંજેટા: 21 કિ.મી.નો માર્ગ પ્રવાસીઓ માટે જોખમી.​​આગળ પણ દિવાળી વેકેશનનો માહોલ હતો, ત્યારે વડોદરા, સુરત, અમદાવાદ સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં મુલાકાતે આવે છે. રસ્તામાં પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. સ્થાનિકો અને પ્રવાસીઓને પડતી હાલાકીને ધ્યાને રાખીને અગાઉ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી અર્જુનસિંહ મોઢવાડિયાને પણ લેખિત જાણ કરવામાં આવી હતી, છતાં પરિણામ શૂન્ય રહ્યું છે.​”વર્ષ 2025માં આ રોડનું ટેન્ડર પાસ થઈ ગયું હોવા છતાં કામ કેમ શરૂ નથી થયું? જો 10 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો અમે સરપંચો અને જાગૃત નાગરિકોને સાથે રાખી ચક્કાજામ આંદોલન કરીશું.​આમ આદમી પાર્ટીના નેતાઓએ કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે મુખ્યમંત્રીના ફંડમાંથી તાત્કાલિક ધોરણે આ ડામર રોડનું કામ પૂર્ણ કરવામાં આવે. જો આગામી 10 દિવસમાં કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય, તો તમામ ગામના સરપંચો અને આગેવાનો સાથે મળીને ઉગ્ર રોડ રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે

Back to top button
error: Content is protected !!