
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૫ જુલાઈ : ગૌ સેવા ગતિવિધિ માંડવી તાલુકો એવમ શ્રી ગંગાપર સેવા સાર્વજનિક ટ્રસ્ટ પ્રેરિત તથા શ્રી ગંગાપર પાટીદાર સનાતન યુવક મંડળ આયોજિત ગૌ શાળા ખાતે દ્વિતીય ‘પંચગવ્ય સ્નાન મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં સ્નાન કરેલ લાભાર્થી માંથી અનુભવકથન કરવામાં આવ્યું
પંચગવ્ય સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત,
શરીર ડિટોક્સ થાય છે અને સ્ફૂર્તિ મળે છે,માનસિક શાંતિ,
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો,
આધ્યાત્મિક અનુભવ,
ગૌમાતા પ્રત્યે આસ્થા અને ભારતીય સનાતન સંસ્કૃતિના જતન અર્થે યોજાઈ રહેલો આ સ્નાન મહોત્સવમાં 6 વર્ષ થી લઈને 80 વર્ષ સુધીના 40 મુન્દ્રા,મસ્કા,ભુજ,ગઢશીશા, મોટા ભાડિયા,અમદાવાદ,લંડન તેમજ સ્થાનિક લોકોએ ભાગ લીધો.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગૌ સેવા ગતિવિધિ, શ્રી ગંગાપર સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને શ્રી ગંગાપર પાટીદાર સનાતન યુવક મંડળના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.








