MORBI:મોરબી મહાનગરપાલિકા એ શહેરના હાર્દસમા વિસ્તારોમાં અનધિકૃત દબાણો દૂર કર્યા

MORBI:મોરબી મહાનગરપાલિકા એ શહેરના હાર્દસમા વિસ્તારોમાં અનધિકૃત દબાણો દૂર કર્યા
મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તાર માંથી મનપાની એસ્ટેટ અને દબાણ શાખા એ અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જે અંતર્ગત શહેરના હાર્દ સમા વિસ્તારોમાં દબાણ શાખા એ અનધિકૃત દબાણો દૂર કરી ગીય વિસ્તારના જાહેરમાર્ગો ખુલ્લા કર્યા હતા.
મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા શહેરના રોડ ખુલ્લા રહે વાહન વ્યવહાર ને અડચણ ઊભી ના થાય તે હેતુસર અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપાના દબાણ વિભાગે નહેરુગેટ થી જૂના બસ સ્ટેન્ડ રોડ, સરદારબાગ થી ઉમિયા સર્કલ રોડ સહિતના મોરબીના ગીચતા ધરાવતા અને શહેરના મુખ્ય માર્ગો પરથી અનધિકૃત દબાણો દૂરકર્યા હતા, જેમાં કેનાલ રોડ ખાતે (એસ.પી.રોડના નાકે)થી ઝૂંપડાનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી દરમિયાન એસ્ટેટ વિભાગે જુદા જુદા દંડની વસૂલાત કરી હતી, જે પેટે રૂ. 9400-/ દબાણ કરનાર પાસેથી મનપા એ દંડની રકમ વસૂલી હતી, તેમજ લીલાપર ચોકડી પાસેથી ગેરકાયદેસર 4 હોડિંગ તથા 18 કિઓસ્ક દબાણ શાખા એ દૂર કર્યા હતા.








