GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા “વન વીક વન રોડ’ અંતર્ગત જુદા જુદા વિસ્તારોના અનધિકૃત દબાણ દૂર કરાયા

 

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા “વન વીક વન રોડ’ અંતર્ગત જુદા જુદા વિસ્તારોના અનધિકૃત દબાણ દૂર કરાયા

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેર દબાણ મુક્ત રહે તે માટે મનપાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા “વન વીક વન રોડ” અંતર્ગત દર અઠવાડિયે જુદા જુદા વિસ્તારોમાં અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે મોરબી શહેરના તખ્તસિંહજી રોડ તથા પરા બજાર મેઇન રોડ ખાતે એસ્ટેટ શાખા એ જાહેર માર્ગ માં અડચણ રૂપ દબાણો દૂર કર્યા હતા, મોરબી મનપાની એસ્ટેટ શાખા એ તખ્તસિંહજી રોડ, સુભાષ રોડ અને પરા બજાર મેઇન રોડ ખાતે દુકાનની બહાર સામાન રાખી વેચાણ કરતાં લારી – ગલ્લા અને ફેરી કરતાં લોકોનો સામાન જપ્ત કર્યો હતો, ‘વન વીક વન રોડ” ની કામગીરી દરમિયાન આ વિસ્તારના સમગ્ર જાહેર માર્ગને ખુલ્લો કરવાની કામગીરી મોરબી મનપાની દબાણ શાખા એ કરી હતી.

Back to top button
error: Content is protected !!