દિયોદર નવીન ગ્રામ પંચાયત ભવન માટે ભૂમિ પૂજન કરાયું

દિયોદર નવીન ગ્રામ પંચાયત ભવન માટે ભૂમિ પૂજન કરાયું
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
વાવ થરાદ જિલ્લાની સૌથી મોટી ગણાતી દિયોદર ગ્રામ પંચાયત ભવન માટે આજે ભૂમિ પૂજન કરાયું હતું વર્ષો જૂની ગ્રામ પંચાયત ને નવીન ગ્રામ પંચાયત ભવન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તક 40 લાખ ની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે જ્યાં આજે પંચાયત સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા રાજવી પરિવાર ના વરદ હસ્તે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો અને પંચાયત સભ્યોની હાજરીમાં ભૂમિ પૂજન કર્યું હતું આગામી સમયે દીયોદર માં બે માળ ની નવીન વિશાળ બિલ્ડિંગ નું નિર્માણ થશે જેમાં આધુનિક સુવિધા ધરાવતી પંચાયત માં દિયોદર ની જનતા ને સીધો લાભ મળશે
આજે દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે નવીન ગ્રામ પંચાયત ભવન ના ભૂમિ પૂજન પ્રસંગે દિયોદર રાજવી માનસિંહજી વાઘેલા ની ઉપસ્થિતિમાં આ ભૂમિ પૂજન કરાયું હતું જ્યાં દિયોદર શહેર માંથી મોટી સંખ્યામાં પંચાયતના સભ્યો તેમજ વિવિધ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા ….





