GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પંચાસર રોડ ઉપર હીંદુ સમાજની મહાસભા યોજાઇ

 

MORBI:મોરબીના પંચાસર રોડ ઉપર હીંદુ સમાજની મહાસભા યોજાઇ

 

નાની બાળાઓ અને વક્તાઓએ હીંદુ સમાજ સંગઠન ની વાત કરી !

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર-મોરબી


મોરબી શહેર નાં પંચાસર રોડ ઉપર હીન્દુ ધર્મ સંગઠન દ્વારા હીંદુ મહા સભા યોજાઇ ગઇ છે જેમાં સનાતન ધર્મ ની ગહન ચર્ચા કરીને ગંભીર ચિંતન કરવામાં આવ્યું હતું . આ બાબતે વાત કરીએ તો હીંદુ સમાજ સંગઠન પંચાસર રોડ ગ્રુપ દ્વારા યોજાયેલા આ હીંદુ સમાજ મહા સભા માં પધારેલા બગથળા નકલંક મંદિર નાં મહંત દામજી ભગત, આર્ય સમાજ- ટંકારા થી વિજય રાવલ દીપ પ્રાગટ્ય કરી નેં કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં નાની નાની બાળકીઓ એ માતા પિતા, ગીતા, રામાયણ અને મહાભારત જેવા વિષયો પર ચોટદાર ભાષણ આપ્યું હતું. બાદમાં દામજી ભગતે કેટલાક ઉદાહરણો સાથે હીંદુ ધર્મ ને નુકસાન થઇ રહ્યું છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે વિજય રાવલે કેટલાક ઉદાહરણો સાથે પાંચ મુદ્દા ની વાત કરી હતી. જેમાં સંયુક્ત કુટુંબ તુટતા જાય છે તે અંગે ટકોર કરી હતી તેમજ પર્યાવરણની જાળવણી પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત વાત કરતા જણાવ્યું હતું કે પાંચ હજાર વર્ષ પહેલાં ની વાત કરીને આ દેશમાં હીંદુ ધર્મ વિશ્વ માં વરસો સુધી ધર્મ ગુરૂ રહ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાનના સમય પછીના સમયમાં સતત ધર્મને અને સમાજ રચનાની પડતી થતી આવી છે. હિન્દુ ધર્મમાં જ્ઞાતિઓના વાળા થઈ ચૂક્યા છે તે મિટાવવા જ પડશે. અસ્પૃશ્યતા એ સમાજ નું કલંક છે તે મીટાવવુ જ પડશે. સમાજ- સમાજ ની વચ્ચે ની ખાઈ બુરીને એક સંગઠીત હીંદુ ધર્મ સમાજ બનાવવા નો સમય પાકી ગયો છે. જો ગંભીરતાથી આ વાત નહીં સ્વીકારાય તો આગામી સમયમાં મોટો ખતરો ઉભો થઇ શકે છે. તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચાસર રોડ અને નાની કેનાલ રોડ નાં હીંદુ સમાજ સંગઠન નાં યુવા કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!