GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં નવનિર્મિત વિશ્વકર્મા મંદિરનો પ્રથમ પાટોત્સવ અને નવમી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભાવિક ભક્તોએ દર્શન, હવન અને મહાપ્રસાદીનો લાભ લીધો.

 

તારીખ ૦૧/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં શ્રીવિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજીત કાલોલ- ગોધરા હાઇવે સ્થિત સુશાનદીપ સોસાયટી પાસેના નવનિર્મિત ભગવાન શ્રી વિશ્વકર્મા મંદિરની શનિવારે પ્રથમ પાટોત્સવ અને મહા સુદ તેરસની તિથિ અનુસાર નવમી વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવી હતી. પ્રથમ પાટોત્સવ અંતર્ગત શનિવારે અર્ચા શુદ્ધિ અને કેસર સ્નાન મહાભિષેક, મંગળાઆરતી, વિશ્વકર્મા યજ્ઞનો હવન અને બપોરે નવિન છત્ર આરોહણ તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વિશ્વકર્મા યજ્ઞમાં ચાર દંપતીઓએ હવન પૂજન કર્યું હતું. પ્રથમ પાટોત્સવ અને નવમી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સમગ્ર સુથાર સમાજના આગેવાનો અને ભાવિકોએ ભાગ લેતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન, હવન અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો. જ્યારે વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અલ્પેશભાઈ સુથારે સમગ્ર જ્ઞાતિજનો જોગ વર્ષ દરમ્યાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓ, અહેવાલ વાંચન , હોલના એસી માટે આવેલા દાતા તેમજ સુથાર સમાજની પરિચય પુસ્તિકા બનાવવાની પ્રક્રિયાને વેગ આપવાની હાકલ કરી હતી. જ્યારે બીજી તરફ સમસ્ત પંચાલ સમાજ દ્વારા કાલોલ કલાલ ઝાંપા સ્થિત વિશ્વકર્મા અને ચામુંડા મંદિર ખાતે પુજા અર્ચના અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!