
ઝઘડિયાના પત્રકાર પરના હુમલાની ઘટનાને ઝઘડિયા બાર એસોસિયેશને વખોડી નાંખી
દેવાંગ પાટણવાડીયા પોતે દાદો હોવાની છાપ ઊભી કરી સુધરવા માંગતા ના હોય તેઓને હદપાર કરવા અગર તો પાસાનો ગુનો દાખલ કરી ગુજરાત રાજ્યની બહાર જેલમાં મોકલી આપવા ઝઘડિયાના વકિલોની માંગ
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર એક રેતી માફિયા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા ઝઘડિયા બાર એસોસિયેશન દ્વારા આ ઘટનાનો વિરોધ કરી પત્રકાર પર હુમલો કરનાર ઇસમને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. બાર એસોસિયેશન દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું કે ગત તારીખ ૨૯.૧.૨૬ ના રોજ રાણીપુરા ગામના ગુજરાત સમાચાર દૈનિક પત્રના જાણીતા પત્રકાર જયશીલભાઈ વસંતભાઈ પટેલ નાઓ ઉપર ગોવાલી ગામના માથાભારે ભૂમાફિયા ઈસમ દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડીયા દ્વારા નર્મદા નદીના પટમાંથી ગેરકાયદેસર હીટાચી મશીન દ્વારા રેત ખનન કરતા હોય તેમના વિરુદ્ધ પત્રકાર જયશીલભાઈએ ભૂસ્તર વિભાગ તેમજ નાયબ કલેકટર ઝઘડિયા તથા પીઆઇ ઝઘડિયા ને ફરિયાદ કરતા અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરવા માટે ગયેલા એ સમયે માથાભારે ઈસમ દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ના હોય પત્રકારનું ગળું દબાવી દઈ અધિકારીઓ રૂબરૂ જાન લેવા હુમલો કરવામાં આવેલ છે. લોકશાહીના આધાર સ્તંભ એવા પત્રકાર ઉપર હુમલાનો બનાવ બનેલ છે જેનો ઝઘડિયા તાલુકા કોર્ટના તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કરે છે અને આ માથાભારે ઈસમ ઉપર ઝઘડિયા વિસ્તારમાં અગાઉ પણ ઘણા ગુનાઓ દાખલ કરવામાં આવેલ હોય અને સજા પણ થયેલ હોય તેમ છતા પોતે દાદો હોવાની છાપ ઊભી કરી સુધરવા માંગતા ના હોય તેઓનો હદપાર કરવા અગર તો પાસાનો ગુનો દાખલ કરી ગુજરાત રાજ્યની બહાર જેલમાં મોકલી આપવાનું અને ગુનેગારને સખતમાં સખત સજા થાય તેવું સર્વાનુંમતે જણાવેલ છે તેમ ઝઘડિયા બાર એસોસિયેશન ઝઘડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે




