TANKARA:ટંકારામાં વીજ લાઈનના વિરોધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોની મહાસભા અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું

TANKARA:ટંકારામાં વીજ લાઈનના વિરોધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોની મહાસભા અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું
મોરબી, ટંકારા, માળિયા, હળવદ, વાંકાનેર, જામનગર, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના જિલ્લા માંથી ખેડૂતો અને તેના પ્રતિનિધિ પહોંચશે મોરબી રાજસ્થાન માં જંત્રીના ચાર ગણા ભાવ આપવા કરવામાં આવશે માંગ ૧૦૦ વધારે ટ્રેક્ટર સાથે રેલી ટંકારા થી મોરબી કલેકટર કચેરી સુધી યોજાશે રેલી
મોરબી જિલ્લા સહિત ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં 25 – 30 વર્ષ સુધી ખાનગી કંપનીઓના મહાકાય વીજ લાઈનો માટેના પોલ ઉભા રહે છે. જ્યાંથી વીજ લાઈન પસાર થાયએ ખેતર બિન ખેતી ન થાય, વીજ લાઈન માટે સરકારે નક્કી કરેલા કોરિડોર, બન્ને બાજુ દશ દશ મીટર અમે મકાન, ગોદામ ન કરી શકે, ખેતરમાં જ નાળિયેરી જેવા બાગાયતી પાકોના બગીચા કરવા હોય તો ન કરી શકે અને તેની સામે આ ખાનગી વીજ કંપનીઓ પોતાના ધંધા માટે ખેડૂતોની જમીનની કિંમત ઘટાડે તોયે સરકાર ખેડૂતોને જંત્રી ભાવે વળતર નક્કી કરે છે. જેના વિરોધમાં આજે ટંકારા ના કલ્યાણ પર ખાતે ગુજરાત કિસાન સંકર સમિતિ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે સભા પૂર્ણ થયા બાદ ટંકારાથી મોરબી સુધીની ખેડૂતોની ટ્રેક્ટર રહેલી યોજાશે અને ખાસ કરીને રાજસ્થાનમાં જે રીતે રાજસ્થાન સરકાર વર્ષ 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણા વળતર આપવાનો પરિપત્ર કરે છે તે જ રીતે ગુજરાતમાં પણ ખેડૂતોને માર્કેટ ભાવના ચાર ગણું વળતર આપવા માટેનો પરિપત્ર કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે તેમજ વર્ષ 2025 ની કેન્દ્ર સરકારની SOP એમ કહે છે કે, માર્કેટભાવના બે ગણું વળતર આપવું, રાજસ્થાન સરકારની 2025 ની SOP એમ કહે છે કે માર્કેટભાવના 4 ગણું વળતર આપવું તો માત્ર ગુજરાત સરકાર જ ખેડૂત વિરોધી હોય એ રીતે જંત્રી ભાવે વળતર આપવાના પરિપત્ર કરી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવા માંગી રહી છે.
વીજલાઈનના પ્રશ્ને ટંકારામાં ખેડૂતોની મહાસભાઈ યોજાઈ છે અને મહાસભા બાદ 300થી વધુ ખેડૂતો ટ્રેક્ટર સાથે રેલી સ્વરૂપે મોરબી કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવવાના છે. જો કે, ગત રાત્રે ખેડૂતોને જાણ કરવામાં આવી હતી કે આજે મોરબી જિલ્લા કલેક્ટર અન્ય કામ અર્થે બહાર હોવાથી ખેડૂતોને મળી શકશે નહીં. ત્યારે આ અંગે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ સરકાર સામે પ્રહારો કર્યા હતા. આ અંગે મહાસભા સ્થળે હાજર ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા દ્વારા વાત કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વીજલાઈનના કારણે ગુજરાતના 20 જિલ્લા પ્રભાવિત છે. જેમાં મોરબી જિલ્લાના ખેડૂતો તંત્રને રજૂઆતો કરી હતી. જે મામલે 327 ખેડૂતોને કલેક્ટરે નોટિસ આપીને આજે બોલાવ્યા હતા અને આ ખેડૂતો આજે શાંતિપૂર્ણ રીતે ટ્રેક્ટર લઈને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જવાના છે. અગાઉ કચ્છ કલેક્ટર પણ રજા મૂકીને ભાગી ગયા હતા, આજે મોરબી કલેક્ટર પણ નથી તેવી જાણકારી મળી છે. તો સરકારને ખેડૂતોનો ડર લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમારી માગણી છે કે, 2013ના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણુ વળતર આપવામાં આવે. અન્ય રાજ્યની સરકાર આ નિયમ પાળે છે તો ગુજરાતમાં કેમ નહીં. જો હજુ પણ સરકાર નહીં સાંભળે તો આગામી દિવસોમાં 20 જિલ્લાઓના ખેડૂતોને સાથે રાખીને રેલી લઈને ગાંધીનગર સુધી જઈશું.










