KALOL(Panchamahal)PANCHMAHAL

વડોદરામાં મુસ્લિમ સમાજની નવી પહેલ: મય્યતને ગુસલ અને આખરી સફર માટે વાનની સેવા શરૂ.

 

તારીખ ૦૨/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વડોદરા શહેરમાં મુસ્લિમ ડૉક્ટર એસોસિયેશન અને મુસ્લીમ સમાજના સખી દાતાઓ દ્વારા એક સરહનીય કાર્ય કરવામાં આવ્યું છે. તેમણે મય્યતને ગુસલ આપવા માટે ખાસ એક વાન તેમજ “આખરી સફર” માટે પણ એક વાન સમાજ માટે આપી છે અને આ વાનની સેવા શરૂ કરવાનો ઉદ્દેશ્ય મુસ્લિમ સમાજના લોકોને મય્યતની સેવામાં સહાય કરવાનો છે. આ વાન દ્વારા મય્યતને ગુસલ આપવા અને આખરી સફર માટે લાવવા-લેવા માટેની સેવા પૂરી પાડવામાં આવશે.જેમાં મય્યતને ગુસલ આપવા માટે ખાસ એક વાન તેમજ “આખરી સફર” માટે પણ એક વાન તૈયાર કરી જ્યાં આ ગુસલ ની વાનમાં પાણી તથા મય્યતને ગુસલ આપવા માટેની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને વડોદરા શહેરમાં મય્યતને ગુસલ આપવા માટે આ વાન ખાસ કરીને નાના મકાનો, ગરીબ વસાહતો અને ઊંચી ઇમારતોમાં મય્યતને ગુસલ આપતી વખતે થતી તકલીફોને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર માટે આ મય્યત ગુસલ વાન તૈયાર કરવામાં આવી છે. તમામ લોકોએ તેનો લાભ લેવા ડોક્ટર એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે.આ ઉપરાંત, મય્યત ગુસલ વાન પછી જો કબ્રસ્તાન દૂર હોય તો આ વાનનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવે છે ત્યારે મય્યત ગુસલ અને આખરી સફર વાન અંગે ચર્ચા કરવા માટે ગતરોજ સાંજના ચાર વાગ્યા સુમારે એક મીટિંગ રાખવામાં આવી હતી જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો અને બુદ્ધિજીવીઓએ મીટિંગમાં મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી સમાજ માટે બંને વાન આપવાની ઘોષણા કરી હતી.

Back to top button
error: Content is protected !!