આંગણે બિરાજમાન બાણેશ્વરી માતા , ભારે પરચાધારી છે

વાવ થરાદ જિલ્લાના દિયોદરના આંગણે બિરાજમાન બાણેશ્વરી માતા , ભારે પરચાધારી છે
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
દિયોદર ખાતે બાણ માતાનું વર્ષો જૂનું મંદિર આવેલું છે અહીં દર પૂનમના દિવસે બાણેશ્વરી માતાના ધામમાં સમગ્ર ભારતભરમાં વસતા રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં માતાજી ના મંદિરે દર્શન કરવા આવે છે ….
બનાસકાંઠા ની ભૂમિ પાવન ભૂમિ છે અહીં અરવલ્લી ડુંગર પર માં અંબા નું સ્થાન છે જે હાલ શક્તિ પીઠ તરીકે દેશ પ્રખ્યાત છે એની સાથે સાથે આ જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જેમાં દિયોદર નગરમાં આવેલ બાણ માતાનું મંદિરનું પણ સ્થાન છે કહેવાય છે કે વર્ષો જૂના આ બાણેશ્વરી માતાના મંદિરે દૂર દૂર થી ભક્તો પોતાની મનોકામના લઈ દર્શન અર્થ આવે છે….અહીં આ મંદિર ની લોક વાયકા છે કે દિયોદર ની ધરતી અને હિંદવાણી પરગણાની ધરમ ધરતી દિયોદર નગરની મંધ્યમાં સરોવર કિનારે ગંગા જાળિયા કૂવાના કાઠે ઇસવીસન ૧૫૦૮ ની આસપાસ માં દેવલના પરચાથી કૂવો પાણીથી ઉભરાયો અને પાણી નું બેડું ભરાવ્યાના માં બાણેશ્વરીના પરચા પૂર્યાની લોકવાયકા છે …અહીં રાઠોડ કુળ નોગોહ શાખના રબારીની વિધાતા નાગણેશ્વરી , બાણેશ્વરી, માતા ની દિયોદરની પાવન ભૂમિમાં મોટું સ્થાન છે …..
આ મંદિરની એક બીજી પણ લોકવાયકા છે કે દિયોદર ખાતે આવેલા બાણેશ્વરી માતાના મંદિરનો ઇતિહાસ જેમણે લખ્યો છે તે પવિત્ર સંત પુરુષ નું પણ અનેરું સ્થાન છે પવિત્ર સંત પુરુષ જગજીવનદાસ બાપુનો જન્મ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા નોગોહ પરિવારમાં થયો છે માતા જહુબેન અને પિતા જેઠાભાઈ ના ઘરે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના જોડાદર ગામે થયો હતો કહેવાય છે કે જગજીવનદાસ બાપુ પોતાની લાડકવાઈ બહેનનો કરિયાવર કરી દિયોદર મુકામે માતાજીના દર્શન કરવા માટે ગયા હતા જ્યાં દિયોદર ખાતે આવેલા સરોવર કિનારે બાણેશ્વરી કુળદેવી અને માં દેવલના ચંદરવા અને ધજાના ગંગાજળીએ કૂવે દર્શન કર્યા હતા
એવી પણ લોકવાયકા છે કે સમયની ઘટમાળમાં બાણેશ્વરીની ભક્તિ કરતા પૂજ્ય બાપુ એ સાક્ષાત માતાજીએ દર્શન આપ્યાનો પરચો અનુભવ્યો હતો અને બાપુએ જીવન ને ભક્તિમય બનાવી આ જગ્યા પર તેમને પોતાનું સ્થાન બનાવ્યું હતું જગજીવનદાસ બાપુ વિક્રમ સંવત ૨૦૪૮ માં પોતાની જન્મ ભૂમિ છોડી ને દિયોદર ને કર્મ ભૂમિ બનાવી ગંગા જળીયે કૂવાના કિનારે ઝૂંપડી બનાવી માતાજી ની ભક્તિ અને આરાધના થકી અંધકારમાંથી પ્રકાશ તરફ લોકોને લઈ જવાની અંખડ જ્યોત અવિરત ચાલુ કરી જ્યાર થી રબારી સમાજના લોકોનું બાણેશ્વરી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે
દર્શન અર્થ આવતા ભક્તો અને વડીલો નું કહેવું છે કે દિયોદર ખાતે વર્ષ ૨૦૦૧માં શિખરબંધ મંદિરનું કામ નોગોહ પરિવાર અને અન્ય સેવકોના પરિવારના દાનવીરોની આર્થિક સહયોગ થી પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું આજે પણ આ મંદિર માં શ્રી બાણેશ્વરી,માતાનું એક અલગ જ સ્વરૂપ છે આ સ્થાન પર ગોગા મહારાજ ,માં દેવલ ની મૂર્તિઓની શાસ્ત્રોકત વિધિસર પધરામણી કરવામાં આવી છે મહંત જગજીવનદાસ બાપુ ,ગુરુ કલ્યાણદાસ બાપુએ દિયોદર નગરની મધ્યમાં સરોવર કિનારે ગંગાજળિયા કૂવાના કાઠે માં દેવલ બાણેશ્વરીના નામે અખંડ જ્યોત ચાલે છે અને અહીં બાપુએ અન્નક્ષેત્ર જ્યોત જગાડી ફકત નોગોહ જ નહીં સર્વ સમાજ સેવકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનાવ્યું છે …




