
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની સરહદે આવેલા પ્રથમ ગામ ચિંચલી ખાતે શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે સુરતની જાણીતી કંપની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.કંપનીના સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) હેઠળ અહીંની આદર્શ માધ્યમિક શાળા’ના નવા આધુનિક બિલ્ડિંગના નિર્માણ માટે એથર ઈન્ડસ્ટ્રીઝના માલિક અશ્વિનભાઈ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ દિપકભાઇ મહેતાના હસ્તે વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ સાથે શિલાન્યાસ કરીને નવા ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાયો હતો.આ નવું બિલ્ડિંગ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મદદરૂપ થશે. છેવાડાના બાળકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવો એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે સ્થાનિક સ્તરે જ સુવિધાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ બનશે.એથર ઇન્ડસ્ટ્રીઝની સેવાકીય પહેલને ચીંચલીનાં ગ્રામજનોએ બિરદાવી હતી..





