BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગરના NSS ની વાર્ષિક શિબિરનો બાકરપુર મુકામે શુભારંભ

3 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની વાર્ષિક શિબિરનો બાકરપુર મુકામે શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ. સુરેશભાઈ ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી, સભ્યશ્રી નારાયણભાઈ ચૌધરી, આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી, ભૂતપૂર્વ આચાર્યશ્રી હરિભાઈ ચૌધરી, બાકરપુર ગામના સરપંચશ્રી યોગેશભાઈ પટેલ, બાકરપુર પ્રા.શાળાના આચાર્યશ્રી જીતેન્દ્રકુમાર પટેલ વગેરેએ ઉપસ્થિત રહી NSS ની પ્રવૃતિ અને રચનાત્મક કાર્યો વિશે પ્રવચન આપી સ્વયંસેવકોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તથા શ્રીફળ વધેરી રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની વાર્ષિક શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!