GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના જબલપુર ગામે કારખાનામાં પત્ની બાઈક લેવાની ના પાડી,પતિએ ગળેફાંસો ખાઈ લીધો 

 

TANKARA:ટંકારાના જબલપુર ગામે કારખાનામાં પત્ની બાઈક લેવાની ના પાડી,પતિએ ગળેફાંસો ખાઈ લીધો

 

ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં વિઝન બીલટેક કારખાનાના લેબર ક્વાટરમાં રહેતા બદીયાભાઇ હુરજીભાઇ ભુરીયા ઉવ.૩૭ને નવું મોટરસાયકલ લેવું હતું પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવા ઉપરાંત પુત્રના લગ્ન બાકી હોવાથી પત્નીએ મોટરસાયકલ લેવાની ના પાડી હતી. આ બાબતે મનોમન લાગી આવતા બદીયાભાઈએ તા.૦૧/૦૨ ના રોજ રાત્રીના ઘરેથી બાથરૂમ જવાનું કહી બહાર નીકળ્યા બાદ લેબર ક્વાટર પાછળ આવેલા નગરપાલિકાના કચરા નાખવાના સેડમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે અ.મોત દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!