ARAVALLIGUJARATMODASA

નિકોલ અમદાવાદથી બે આરોપી ઝડપાયા, રૂ. 1.80 કરોડથી વધુના સાયબર ફ્રોડનો ખુલાસો – સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી- મોડાસાને મોટી સફળતા,NCCRP સમન્વય પોર્ટલના ડેટાથી મ્યુલ એકાઉન્ટ ગેંગનો પર્દાફાશ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

નિકોલ અમદાવાદથી બે આરોપી ઝડપાયા, રૂ. 1.80 કરોડથી વધુના સાયબર ફ્રોડનો ખુલાસો – સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી- મોડાસાને મોટી સફળતા,NCCRP સમન્વય પોર્ટલના ડેટાથી મ્યુલ એકાઉન્ટ ગેંગનો પર્દાફાશ

અરવલ્લી જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોડાસાને NCCRP સમન્વય પોર્ટલ પરથી પ્રાપ્ત થયેલા ડેટાના આધારે મ્યુલ એકાઉન્ટ મારફતે ચાલતા વિશાળ સાયબર ફ્રોડ રેકેટનો ભંડાફોડ કરવામાં મોટી સફળતા મળી છે. ગેંગ દ્વારા અલગ-અલગ મ્યુલ ખાતા ધારકોને લલચાવી તેમના બેંક એકાઉન્ટ મેળવી, મળતીયાઓ મારફતે કુલ રૂ. 1,80,44,763/- જેટલી રકમ સાયબર ફ્રોડ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હોવાની તપાસમાં ખુલાસો થયો છે.આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ), પોલીસ અધિક્ષક  મનોહરસિંહ જાડેજા (અરવલ્લી) તથા નાયબ પોલીસ અધિક્ષક  જે.ડી. વાઘેલા(મોડાસા વિભાગ)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.NCCRP 14C પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પરથી સમગ્ર ભારતની સાયબર ફરિયાદોના વિશ્લેષણ દરમિયાન ગુજરાત રાજ્યમાં ટ્રાન્સફર થયેલા શંકાસ્પદ નાણાંની તપાસ હાથ ધરવામાં આવી. આ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક ખાતામાં રૂ. 2000/-ની પ્રથમ લેવલની ટ્રાન્ઝેક્શન સામે આવી, જે મ્યુલ એકાઉન્ટ હોવાનું બહાર આવ્યું.તપાસ દરમિયાન ખાતાધારક કમલેશભાઈ બેચરભાઈ ખરાડી (રહે. રીંટોડા, તા. ભિલોડા, જી. અરવલ્લી)એ આ એકાઉન્ટ સુભાષ જૈન નામની વ્યક્તિને આપ્યું હોવાનું ખુલ્યું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે સુભાષ જૈન નામની કોઈ વ્યક્તિ હકીકતમાં અસ્તિત્વમાં નથી, પરંતુ તે દિનેશ હરિરામ માળી દ્વારા બનાવેલ ખોટી ઓળખ છે.હ્યુમન સોર્સ તથા ટેકનિકલ તપાસના આધારે આરોપીઓના રહેઠાણની માહિતી મળતાં તા. 01/02/2026ના રોજ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે બી-50/02, મહેશનગર સોસાયટી, નિકોલ, અમદાવાદ ખાતે દરોડો પાડ્યો. ઘરની ઝડતી દરમિયાન સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલ વિશાળ મુદ્દામાલ મળી આવ્યો.

જપ્ત કરાયેલ મુદ્દામાલ :-  ડુપ્લિકેટ આધારકાર્ડ – 3,પાનકાર્ડ – 1,ATM કાર્ડ – 18,મોબાઇલ ફોન – 31,સીમકાર્ડ – 4,ચેકબુક – 21,પાસબુક – 1,લેપટોપ (ડેલ) – 1,પ્રિન્ટર – 1,P.O.S મશીન – 1,રૂપિયા ગણવાનું મશીન – 1,જિઓ એર ફાઇબર – 1,ચાંદીના બિસ્કિટ (100 ગ્રામ અને 50 ગ્રામ) – 2,ભારતીય ચલણી નોટો – 4977,કુલ મુદ્દામાલ કિંમત: રૂ. 24,95,005/-

આ કેસમાં આરોપી

(1) સુભાષ જૈન ઉર્ફે દિનેશ હરિરામ માળી

(2) મહેન્દ્રભાઈ મલ્લારામ દેવાસી

(મૂળ રહે. સાંંચોર, જી. ઝાલોર, રાજસ્થાન, હાલ રહે. નિકોલ, અમદાવાદ) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આરોપીઓ પાસેથી મળેલ ડિજિટલ પુરાવાઓના આધારે વધુ તપાસ ચાલુ છે, જેમાં સાયબર ફ્રોડનો આંકડો વધવાની શક્યતા છે. આરોપીઓને વધુ પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી-મોડાસાની આ કામગીરી સાયબર ગુનાઓ સામે કડક કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ છે.

Back to top button
error: Content is protected !!