MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાની આંગણવાડીઓમાં રિનોવેશનથી નવી ચમક આંગણવાડી દીઠ રૂ. 8,500ની ગ્રાન્ટથી બાળકોને અનુકૂળ માહોલ સર્જાયો

વિજાપુર તાલુકાની આંગણવાડીઓમાં રિનોવેશનથી નવી ચમક
આંગણવાડી દીઠ રૂ. 8,500ની ગ્રાન્ટથી બાળકોને અનુકૂળ માહોલ સર્જાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ આંગણવાડીઓને વધુ સુવ્યવસ્થિત, સ્વચ્છ અને બાળકોને અનુકૂળ બનાવવા માટે આંગણવાડી દીઠ રૂ. 8,500ની વિશેષ રિનોવેશન ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિજાપુર તાલુકાના ઘટક-૧ હેઠળ આવેલી આંગણવાડી ઘટક-૨ને પણ આર્થિક સહાય પ્રાપ્ત થઈ હતી.સરકારશ્રી તરફથી પ્રાપ્ત થયેલી ફાળવણીના આધારે આંગણવાડી કાર્યકર દ્વારા આંગણવાડીમાં જરૂરી રંગરોગન તથા આકર્ષક પેઇન્ટિંગનું કામ સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. રિનોવેશન બાદ આંગણવાડીનું સમગ્ર વાતાવરણ વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને બાળકોને આકર્ષે તેવું બન્યું છે.
નવેસરથી થયેલા સુધારાઓના કારણે નાનાં બાળકો હવે વધુ આનંદદાયક અને આરામદાયક માહોલમાં અભ્યાસ કરી શકે છે, જે તેમની શૈક્ષણિક તથા સર્વાંગી વિકાસ માટે લાભદાયી સાબિત થશે. સરકારની આ પહેલને લઈ સ્થાનિક વાલીઓ, સમાજજનો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સરાહના વ્યક્ત કરવામાં આવી છે તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!