
દેડીયાપાડા કોલેજના વિદ્યાર્થીએ ગૌરવ વધાર્યું વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
તાહિર મેમણ – ડેડીયાપાડા – 04/02/2026 – વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે યોજાયેલા 52મા ખેલકૂદ રમતોત્સવમાં દેડીયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના વિદ્યાર્થી અર્જુનભાઈ વસાવાએ બરછી ફેંક સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી કૉલેજનું ગૌરવ વધાર્યું છે. આ રમતોત્સવ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન 28 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાયો હતો. જેમાં દેડીયાપાડા કૉલેજના કુલ 30 વિદ્યાર્થી-ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. અર્જુનભાઈ વસાવાએ બરછી ફેંક (Javelin Throw) સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ સિદ્ધિ મેળવી હતી. આ મેડલ જીતીને તેમણે કૉલેજનું નામ રોશન કર્યું છે.



