GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ગોધરા જિલ્લા પંચાયતના સભાખંડમાં નવનિયુક્ત જીલ્લા સંગઠન અને વિવિધ મોરચાના હોદેદારોનું સન્માન.

તારીખ ૦૫/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા જિલ્લા પંચાયતના સભાખંડમાં નવનિયુક્ત જીલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે, જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર,ગોધરા ધારાસભ્યના પુત્ર માલવદીપસિંહ રાઉલજી, જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ કામિનીબેન સોલંકી સહિત અન્ય સભ્યોએ નવનિયુક્ત જીલ્લા સંગઠનના પદાધિકારીઓની સાથે લઘુમતી મોરચાના મહામંત્રી શહીદખાન પઠાણનું પણ સન્માન કર્યું હતું.આ પ્રસંગે, નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમને જિલ્લામાં વિકાસના કામોમાં સહકાર આપવાની ઉપરોકત મહાનુભાવો દ્વારા અપીલ કરવામાં આવી હતી.







