
વિજાપુર પોલીસ સ્ટેશન પાસે ફ્રીઝ માં શોર્ટ સર્કિટથી મકાનમાં આગ, રૂ.5 લાખનું નુકસાન

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના લાડોલ રોડ, પોલીસ લાઈન પાસે આવેલ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. આ આગમાં મકાનમાં રહેલ ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, રાવળ ગોરધનભાઈ કાન્તિલાલ (ઉ.વ.60), રહે. લાડોલ રોડ, વાળા પોલીસ લાઈન પાસે, ના અચાનક શોર્ટ સર્કિટ થવાથી આગ ફાટી નીકળી હતી. આગના કારણે ઘરમાં રહેલ ટીવી, ફ્રિજ, ફર્નિચર, સોફા-ખુરશી, મહત્વપૂર્ણ દસ્તાવેજો, બારી-બારણા તેમજ પંખા સહિતનો સામાન સંપૂર્ણપણે બળીને નષ્ટ થયો હતો.
આ ઉપરાંત આગની તીવ્રતા કારણે મકાનની બંને દિવાલોમાં તિરાડ પડતા મકાનને પણ નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનામાં અંદાજે રૂ. 5 લાખ જેટલું નુકસાન થવા પામ્યું હોવાનું અરજદારે જણાવ્યું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ બનાવ અકસ્માતજન્ય હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાને લઈ અરજદારે પોલીસ મથકે અરજી કરી એફ.આઈ.આર. નોંધવા માંગ કરી છે, જેથી ઇન્સ્યોરન્સ ક્લેમ તેમજ અન્ય કાનૂની કાર્યવાહી માટે ઉપયોગી થાય.



