ગીર સોમનાથ જિલ્લા ભાજપની મુખ્ય ટીમમાં ભગવતીબેન સાંખટની જિલ્લા મંત્રી તરીકે વરણી
ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામના વતની અને હાલ ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ફરજ બજાવતા શ્રીમતી ભગવતીબેન પ્રવિણભાઇ સાંખટ ની જિલ્લા ભાજપ મંત્રી પદે નિમણૂક કરવામાં આવી

ગીર સોમનાથ જિલ્લા ભાજપની મુખ્ય ટીમમાં ભગવતીબેન સાંખટની જિલ્લા મંત્રી તરીકે વરણી
ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંગઠન તથા ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામના વતની અને હાલ ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ફરજ બજાવતા શ્રીમતી ભગવતીબેન પ્રવિણભાઇ સાંખટ ની જિલ્લા ભાજપ મંત્રી પદે નિમણૂક કરવામાં આવી છે.
ભગવતીબેન સાંખટ હાલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સતત સક્રિય અને કાર્યક્ષમ રીતે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદ વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરી કરવામાં ખૂબ સફળ રહ્યા છે. તેઓ એક કુશળ અને સંગઠનક્ષમ મહિલા આગેવાન તરીકે પણ સારી નામના ધરાવે છે.
ભગવતીબેન સાંખટ પાસે B.Ed, LLB, MSW, PGDCS જેવી ઉચ્ચ શિક્ષણ પદવીઓ છે. તેઓ વર્ષ 2012 થી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે સતત કાર્યરત છે. પંચાયતી રાજ અને પંચાયત ધારા અંગે તેઓ નિપૂણ માનવામાં આવે છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને સંગઠિત કરવા માટે તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
તેઓ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર અને જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી પ્રવીણભાઇ સાંખટ ના ધર્મપત્ની છે.
આ રીતે ભગવતીબેન સાંખટની જિલ્લા ભાજપની મુખ્ય ટીમમાં મંત્રી તરીકે વરણી થતા વિવિધ ક્ષેત્રોમાંથી અને ઠેર ઠેરથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






