ARAVALLIGUJARATMODASA

અરવલ્લી LCBએ 5 વાહનોમાંથી 11.63 લાખનો દારૂ ઝડપ્યો,SOGએ 138 જીલેટીન ટોટા સાથે બે દબોચ્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી LCBએ 5 વાહનોમાંથી 11.63 લાખનો દારૂ ઝડપ્યો,SOGએ 138 જીલેટીન ટોટા સાથે બે દબોચ્યા

અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનના ગુન્હાની સખ્ત અમલવારી કરી બુટલેગરો પર તવાઈ બોલાવી રહી છે જીલ્લા એલસીબી પોલીસે બુટલેગરો પર સપાટો બોલાવી ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે, ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અને માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે વાહનોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બે બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા જીલ્લા SOGએ માલપુરના મોરલીકંપાની સીમમાં કૂવો ખોદવા ગેરકાયદેસર રીતે 138 જીલેટીન ટોટાનો ઉપયોગ થાય તે પહેલા બે શખ્સને ઝડપી લીધા હતા

અરવલ્લી એલસીબી પીઆઈ એમ.એચ. ઝાલા અને તેમની ટીમે બાતમીદારો સક્રિય કરી છેલ્લા બે દિવસમાં જિલ્લાના વિવિધ વિસ્તારોના માર્ગ પરથી વાહનોમાં ભરી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર સપાટો બોલાવ્યો છે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુતાવાડ ગામ નજીક ઓરા કારમાં વિદેશી દારૂની ખેપ મારનાર જૂનાગઢ માંગરોળના ભવાની નગરના બુટલેગર ગુલાબસિંહ ચંદુભા જેઠવાને ઝડપી પાડી કારમાંથી 132 વિદેશી દારૂની બોટલ અને ઓરા કાર માળી રૂ. 6.61લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ધનસોર નજીક સ્કોર્પિઓ માંથી 960 વિદેશી દારૂની બોટલ અને જીપ મળી રૂ. 10.56 લાખ અને ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના નાની ઈસરોલ ગામ નજીક ક્રેટા કારમાંથી 684 બોટલ વિદેશી દારૂ અને કાર મળી રૂ. 6.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ક્રેટા કારમાં દારૂની ખેપ મારનાર મોરબી વ્યાસ પ્રભાશંકર લાઈન જાંબુડિયા બુટલેગર સંદીપ રમેશ કાલરીયાને દબોચી લીધો હતો માલપુર પોલીસને અંધારામાં રાખી વોકાનેડા ગામ નજીક સ્વીફ્ટ કારમાંથી 2.52 લાખની 982 વિદેશી અને બોલેરો જીપ માંથી 1238 વિદેશી દારૂની બોટલ સહીત રૂ. 5 લાખથી વધુનો શરાબ જપ્ત કરી 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી SOG P. I એચ.પી.ગરાસિયા અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા મોરલીકંપાની સીમમાં કૂવો ખોદવા માટે ગેરકાયદેસર રીતે જીલેટીન ટોટા લાવવામાં આવ્યા હોવાની બાતમી મળતા તાત્કાલિક બાતમી આધારિત સ્થળે રેડ કરી સ્થળ પરથી 11 હજારથી વધુના 138 જીલેટીન ટોટા જપ્ત કરી 1)દુર્ગાલાલ સુખવીર ભીલ (રહે, ગોપાલપુરા-રાજસ્થાન) અને હનુમાન શંકરજી ભીલ (રહે, ગણેશપુરા-રાજ) ને દબોચી લઇ એક્સપલોજીવ એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Back to top button
error: Content is protected !!