ARAVALLIGUJARATMALPURMODASA

અરવલ્લી : માલપુરના ગોવિંદપુર ગામના તળાવ માં મગર જોવા મળતા લોકોમાં ફફડાટ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : માલપુરના ગોવિંદપુર ગામના તળાવ માં મગર જોવા મળતા લોકોમાં ફફડાટ

મગર એટલું ખતરનાક પ્રાણી છે કે તેને જોતાની સાથે કાચાપોચા વ્યક્તિના હૃદય ફફડી જાય છે અરવલ્લી જીલ્લામાંથી પસાર થતી વાત્રક નદીમાં મગરો વસવાટ કરે છે નદીના કાંઠાના ગ્રામ્ય વિસ્તારો અનેક વાર મગર જોવા મળ્યા છે ત્યારે માલપુરના ગોવિંદપુર ગામના તળાવમાં મગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

માલપુર તાલુકાના ગોવિંદપુર ગામની સીમમાં આવેલ તળાવમાં છેલ્લા કેટલાક સમયથી મગર નો વસવાટ હોવાનુ સ્થાનિક લોકોમાં ચર્ચા વચ્ચે તળાવની વચ્ચે બેટ પર ચારથી પાંચ ફૂટનો મગર આરામ ફરમવાતો જોવા મળતા સ્થાનિક લોકોએ સમગ્ર દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું હતું તળાવમાં મગર હોવાથી તળાવ કાંઠે જતા લોકો અને પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છેગોવિંદપુર ગામના પશુપાલકોએ તળાવમાં મગર જોવા મળતા તળાવ કિનારે પશુઓને પાણી પીવડાવવા જવાનુ બંધ કરવાની નોબત આવી છે ગામલોકોએ વન વિભાગ તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે

Back to top button
error: Content is protected !!