GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પીપળી ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

 

MORBI:મોરબીના પીપળી ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

 

મોરબી જીલ્લામાં અપમૃત્યુના બનાવોમાં દિવસ રાત વધારો નોંધાયો રહ્યો છે ત્યારે મોરબીના પીપળી ગામે શિવ પાર્ક સોસાયટીમાં એક સગીરાને મનોમન લાગી આવતા ગળેફાંસો ખાઈ જતા સગીરાનુ મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ મોરબીના પીપળી ગામે શિવ પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઇ પરીહારની ૧૭ વર્ષીય દિકરી પુજાબેન નામની સગીરાને લગ્ન કરવા હોય પરંતુ તેની ઉંમર ઓછી હોય જેથી તેના મમ્મીએ ઉંમર પુરી થયા બાદ લગ્ન કરી આપવાનું કહેતા સગીરાને મોનમન લાગી આવતા આવેશમાં આવી જઈ પોતે પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતા સગીરાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!