GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના કાતોલ ગામે કષ્ટભંજન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

 

તારીખ ૦૭/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના કાતોલ ગામમાં માજી સરપંચ અને જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પુર્વ મંત્રી ગિરવતસિંહ છત્રસિંહ પરમારના નર્મદા કેનાલ પાસે આવેલા ફાર્મ હાઉસમાં શ્રીકષ્ટભંજન નવનિર્મિત મંદિરનું નિર્માણ કરીને શુક્રવારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભારે ભગતીમય વાતાવરણ વચ્ચે કાર્યકમ યોજાયો હતો જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાંસદ રાજપાલસિંહ જાદવ, હાલોલ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમાર, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,એપીએમસીના ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી સંજયભાઇ રાઠોડ,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે, સાંસદ રાજપાલસિંહ જાદવ અને અન્ય મહાનુભાવોએ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને લોકોને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે, મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!