GUJARATHALOLPANCHMAHAL

જાંબુઘોડાના ડુમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્પર્શ રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી-જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૨.૨૦૨૬

જાંબુઘોડા તાલુકાનાં ડુમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લેપ્રસી રોગ અંગે જન જાગૃતિ ફેલાવવામાં આવી હતી.આ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુમાનાં મેડિકલ ઓફિસર ડો.આરતી, આયુષ મેડિકલ ઓફિસર ડો.પારુલ રાઠવા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર, લેપ્રસી સુપરવાઈઝર, પ્રા.આ.કે. ડુમાનાં સ્ટાફ તેમજ આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમ્યાન સ્પર્શ જન જાગૃતિ અભિયાન અંતર્ગત શાળા-કોલેજ સહિત વિવિધ સ્થળોએ પ્રચાર-પ્રસાર, પત્રિકા વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોમાં રક્તપિત્ત રોગ અંગે સમયસર જાણકારી અને જાગૃતિ ફેલાઈ શકે.ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીને આ સંદેશ સાથે આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનને વ્યાપક બનાવીએ તેવા નારા લગાવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!