GUJARATSINORVADODARA

હની ટ્રેપ મામલે 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ જેમાં બે આરોપીઓ ને શિનોર પોલીસે ઝડપી પાડ્યા

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર માં હની ટ્રેપનો ગંભીર કેસ સામે આવ્યો છે, જેમાં એક પ્રૌઢ ખેડૂતને પ્રેમસબંધના નામે ફસાવી સમાજમાં બદનામ કરવાની, નગ્ન વીડિયો જાહેર કરવાની તથા ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી કુલ રૂ. 75,75,550/-ની માતબર રકમ પડાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે શિનોર પોલીસ સ્ટેશનમાં 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.જેમાં બે આરોપીયાને શિનોર પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી હરેશભાઈ રણછોડભાઈ પટેલ (ઉંમર 66), વ્યવસાયે ખેડૂત અને રહેવાસી શિનોર, દ્વારા 6 ફેબ્રુઆરી 2026ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, આ સમગ્ર ગુનાખોરી મે 2025થી ઓક્ટોબર 2025 દરમિયાન શિનોર, માલસર–માંડવા રોડ પર આવેલા ખેતરનું મકાન તેમજ ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બની હતી.
ત્યારબાદ સતત ધમકીઓ આપી રોકડા, બેંક ટ્રાન્સફર, ગૂગલ-પે તથા સોનાં ગીરવે મૂકી લોન લેવડાવી મોટી રકમ ઉઘરાવી હતી. એક પ્રસંગે ખેતરના મકાનમાં મારપીટ કરી ઇજા પહોંચાડ્યાનો પણ આરોપ છે.

સમાજમાં પ્રતિષ્ઠા અને પરિવારની આબરૂના ભયથી લાંબા સમય સુધી મૌન રહેલા ફરિયાદીએ અંતે પોલીસનો આશરો લીધો હતો. શિનોર પોલીસે ફરિયાદની ગંભીરતા ધ્યાનમાં લઈ BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ટેકનિકલ અને માનવ ગુપ્તચર આધારીત તપાસ શરૂ કરી છે.
આ ચકચારી ઘટનાને લઈને શિનોર પંથકમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને પોલીસ તપાસ દ્વારા સત્ય બહાર આવી નિર્દોષને ન્યાય તથા દોષિતોને કડક સજા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!