દાહોદ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે દીપક એચ. પંચાલને ૨૪ વર્ષની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ આભાર અને અભિનંદન
AJAY SANSIFebruary 7, 2026Last Updated: February 7, 2026
10 1 minute read
તા.૦૭.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે દીપક એચ. પંચાલને ૨૪ વર્ષની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ આભાર અને અભિનંદન
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જીલ્લા ક્ષય કેન્દ્ર, દાહોદ ખાતે ડિસ્ટ્રિક્ટ ડોટ્સ પ્લસ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા દીપક એચ. પંચાલે ૨૪ વર્ષ સુધી નોંધપાત્ર અને પ્રશંસનીય સેવાઓ આપી છે.તેમની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા, અવિરત મહેનત, દર્દી કેન્દ્રિત અભિગમ તેમજ ટીમ સાથેનો સકારાત્મક સહકાર વિભાગ માટે હંમેશા પ્રેરણારૂપ રહ્યો છે. ટીબીના દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર તેમજ યોગ્ય માર્ગદર્શન મળે તે માટે તેમનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ અને અમૂલ્ય રહ્યું છે.જીલ્લા ક્ષય કેન્દ્ર, દાહોદ પરિવાર દ્વારા તેમની દીર્ઘકાલીન અને સમર્પિત સેવાઓ બદલ તેમનું બહુમાન કરવામાં આવેલ. તેમણે દર્શાવેલી વ્યવસાયિકતા અને નિષ્ઠા સહકર્મચારીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.જીલ્લા ક્ષય કેન્દ્ર પરિવાર તેમની ભાવિ જીવનયાત્રા માટે સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
Sorry, there was a YouTube error.
AJAY SANSIFebruary 7, 2026Last Updated: February 7, 2026