
કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નવનિર્મિત અગ્નિશામનની આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ મોડલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ફાયર સ્ટેશનની આધુનિક સુવિધાઓ, અગ્નિશમન સાધનો અને કર્મચારીઓની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, આપત્તિ સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટે આ આધુનિક ફાયર સ્ટેશન મહત્વપૂર્ણ ભૂમિકા બની રહેશે. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલીયા, સાવજ ડેરી ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






