થરા ખાતે રાવળદેવ સમાજનું મહાસંમેલન
થરા ખાતે રાવળદેવ સમાજનું મહાસંમેલન

આજે બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના મુખ્ય મથક ખાતે નવ પરગણા રાવળદેવ સમાજ નું મહાસંમેલન મળ્યું હતું સમાજમાં ચાલતા કુરિવાજો ને તિલાંજલી આપી સમાજનો ઉદાર થાય સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેને લઈ રાવળદેવ સમાજ એ નવું બંધારણ ઘડી બંધારણ ને અમલમાં મૂક્યું હતું આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા બંધ કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર બંધારણ ઘડયું હતું
બનાસકાંઠા અને વાવ થરાદ જીલ્લામાં એક બાદ એક સમાજ હવે એકત્રિત થઈ સમાજમાં ચાલતા કુરિવાજો ને તિલાંજલી આપી રહ્યા છે થોડા દિવસો અગાઉ ઠાકોર સમાજને નવું બંધારણ અમલમાં મૂક્યું હતું હવે રાવળદેવ સમાજે સમાજના ઉદાર માટે નવું બંધારણ અમલમાં મૂક્યું છે આજે બનાસકાંઠા ના ઓગડ તાલુકાના થરા જલારામ મંદિર ખાતે નવ પરગણા રાવળદેવ સમાજ નું મહાસંમેલન મળ્યું જેમાં સમાજના વરિષ્ઠ આગેવાનો ની હાજરીમાં નવા બંધારણ ની જાહેરાત કરાઈ હતી
સમાજમાં ચાલતા કુરિવાજો દૂર થશે સમાજ શિક્ષણ તરફ આગળ વધશે
આજે થરા જલારામ મંદિર ખાતે યોજાયેલ નવ પરગણા રાવળદેવ સમાજ માં આ મહાસંમેલન માં કુરિવાજો ની તિલાંજલી આપી કુલ નવા 21 મુદ્દાઓ નું નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈ સમાજના આગેવાનોએ આ નવા બંધારણ ને અમલ માં મૂકી તેનું પાલન કરવા આહવાન કર્યું હતું સમાજમાં નવા બંધારણના અમલીકરણ ને સમાજે વધાવ્યું હતું અને એક તાંતણે બંધાયા હતા
શ્રી નવ પરગણા સામાજિક બંધારણ
૧. સમાજને નીચું જોવું પડે એવા દરેક સામાજિક કુરિવાજ આજથી સદંતર બંધ….
૨. જન્મદિન નિમિત્તે કેક લાવવી નહીં કુળદેવીએ દીવો પ્રગટાવો અને શિક્ષણ માટે 501 લખાવવા
૩. સગાઈ નિમિત્તે11 જણને જવું ઓઢમણા સદંતર બંધ
૪. લગ્ન લખવા મુહર્ત પ્રમાણે પણ સામસામે ગણેશ લઈ લેવા લગ્ન લઈને જવું નહીં
૫. હલ્દી રસમ, પ્રિવાઇડીંગ સદંતર બંધ, સાદી પીઠી ચોળવી
૬. પલ્લા માં ચાંદીનું મંગળસૂત્ર અને ઝાંઝરી ને સાદી બંગડી ઓ -લઈ જવી ચૂડો હાંસડી સદંતર આજ થી બંધ .
૭. ગવનની જગ્યાએ સાડી લઈ જવી ..
8. જાનમાં ડીજે લઈ જવાનું સદંતર બંધ, ફટાકડા ફોડવા નહીં વ્યસન કરવું નહીં :- રાત્રિ સમયે રાસ ગરબા માં ડી જે બગાડી શકશે
૯. ચોરી મા સ્પ્રે કે કાગળનો સ્પ્રે નાખવા નહીં.. ચોરી સાદી બનાવવી ફૂલો એકબીજા ઉપર નાખવા નહીં.
-૧૦. મામેરુ પારખવાની પ્રથા બંધ, રોકડા ૫૧૦૦૦થી ૨,૫૧૦૦૦સુધી મામેરુ ભરવું
૧૧.શુભ પ્રસંગે ભોજન પ્રસાદ એકદમ સાદું બનાવવું પાંચ આઇટમ મીઠાઈ એક જ, બજારની તૈયાર વસ્તુ સદંતર બંધ
૧૨. દરેક પ્રસંગે ચા કોફી માટે કાગળના ગ્લાસ સદંતર બંધ
૧૩. બીમારી પ્રસંગે જાહેર બોલામણું બંધ ફોનથી સમાચાર લઈ લેવા
૦૧૪. મરણ પ્રસંગે ખીચડી અને કઢી સગવડ હોય તો ઘી ની વ્યવસ્થા થાય તો જ કરવી. ૬૦ વર્ષ નું કારજ હોય તો એક મીઠાઈ બનાવી શકાશે, ઘર ઘરના રોટલા આજથી બંધ .
૧૫, તમામ સારા નરસા પ્રસંગોએ કોઈ પણ પ્રકારના વ્યસન સદંતર બંધ સાથે..બીડી સિગારેટ કેફી દ્રવ્ય સદંતર બંધ.
૧૬. દીકરીને કંકુ કન્યા તરીકે કન્યાદાન કરવું.. નહિતર સામાજિક બહિષ્કાર .
૧૭. બીજા સમાજમાં મરણ પ્રસંગ માં જવાનું થાય તો પાણી ઢોળ કરી ને આવી જવું.
કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ કે સીધુ લાવવું નહી. આ ઉલઘન કરશે તો સામાજિક બહિષ્કાર
૧૮. લગ્ન જીવનમાં કડવાસ ઉભી થાય તો તરત સમાધાન કરી લેવું, કોર્ટનો આશરો લઈ શકાશે નહીં.
૦૧૯. જાનમાં ૧૦૦ કરતાં વધુ માણસો લઈ જવા નહીં.
૨૦. આમંત્રણ પત્રિકા સાદી બનાવવી…. મોબાઈલ ના માધ્યમ થી નિમંત્રણ યોગ્ય રહશે.
21 . દિકરા દિકરી ના ધોરણ ૧૨ સુધી ફરજિયાત અભ્યાસ કરાવવો.,




