GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાની લતીપર ચોકડી પાસે રોડ પર ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત

TANKARA:ટંકારાની લતીપર ચોકડી પાસે રોડ પર ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત

 

રાજકોટ મોરબી હાઈવે રોડ પર ટંકારાની લતિપર ચોકડીના ઓવરબ્રિજના છેડે ટ્રક એસટી બસ સાથે અથડાતા બસમાં ૫૦ હજારનું નુકસાન થયું હોવાથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ઘુંસિયામાં રહેતા અને નોકરી કરતા હા ઉત્તમકુમાર રામદેવભાઈ સોલંકી (ઉ.વ.૩૩) એ આરોપી ટ્રક ચાલક નવલકિશોર સુરજીતકુમાર રહે. પંજાબવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળો ટાટા કંપનીના ટ્રક રજીસ્ટર નંબર GJ-12- BV- 4771 વાળો પુર ઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીદગી જોખમાઇ તે રીતે ચલાવી આવી ધડાકાભેર ફરીયાદીની એસ.ટી. બસ રજીસ્ટર નં.GJ-18-Z-9339 સાથે અથડાવી હડફેટે લેતા ફરીયાદીની એસ.ટી. બસને જમણી બાજુના દરવાજા તથા જમણીબાજુની બારીને નુકસાન પહોચાડી અકસ્માત કરી એસ.ટી. બસને આશરે રૂ.૫૦,૦૦૦ થી વધુનુ નુકશાન કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!