GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારામાં થયેલ સોનાના હારની ચીલઝડપનો ભેદ ઉકેલાયો, ૧૦૦% મુદ્દામાલ સાથે બેની ધરપકડ

 

TANKARA ટંકારામાં થયેલ સોનાના હારની ચીલઝડપનો ભેદ ઉકેલાયો, ૧૦૦% મુદ્દામાલ સાથે બેની ધરપકડ

 

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં જઈ રહેલા મહિલાના ગળામાંથી સોનાનો હાર ઝૂંટવી નાસી જનાર શખ્સ અને મુદ્દામાલનો ઢાળિયો કરી આપનાર સોનીને મોરબી એલ.સી.બી. (LCB) ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના સોનાના ઢાળિયા અને રોકડ સહિત કુલ રૂ. ૬.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


​વાંકાનેરના પલાસગામના રહેવાસી ધુનાબેન ગમારા ટંકારા-રાજકોટ હાઈવે પર ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન મિતાણા ઓવરબ્રિજ પાસે કાળા રંગના બાઈક પર આવેલા એક અજાણ્યા શખ્સે ચાલુ રિક્ષાએ તેમના ગળામાંથી આશરે બે-સવા બે તોલા સોનાના હારનો ભાગ (કિંમત રૂ. ૧.૨૫ લાખ) ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી એલ.સી.બી.ની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. બાતમીના આધારે રાજકોટના સંદિપ જીતેન્દ્રભાઈ પંડયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ સોનું તેણે રાજકોટ સોની બજારમાં શ્રીકાંતભાઈ સોનીને વેચ્યું હતું અને ત્યાં જ સોનાનો ઢાળિયો કરાવ્યો હતો.​કુલ રૂ. ૬,૮૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં:​૨૩.૬૬૦ ગ્રામ સોનાનો ઢાળિયો: જેની બજાર કિંમત રૂ. ૩,૩૧,૦૦૦ થાય છે.રોકડ રકમ: ઢાળિયો વેચીને મેળવેલા રોકડા રૂ. ૩,૦૦,૦૦૦.મોટર સાઈકલ: ગુનામાં વપરાયેલ બાઈક (કિંમત રૂ. ૫૦,૦૦૦).​આગળની કાર્યવાહી મોરબી એલ.સી.બી.એ બંને આરોપીઓની અટકાયત કરી મુદ્દામાલ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ટંકારા પોલીસને સોંપ્યા છે. મહિલાનો ચોરાયેલો ૧૦૦% મુદ્દામાલ પરત મેળવવામાં પોલીસને મળેલી આ સફળતાની પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!