
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પર્યાવરણ પ્રેમી અને આપણું દક્ષિણ ગુજરાત ગ્રુપના અમિતભાઈ રાણાએ સચોટ,સાચી તેમજ વિસ્તૃત અને ખાસ ડાંગ જિલ્લાના પ્રવાસીઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ સંદર્ભે ઉપયોગી એવું સાહિત્ય બહાર પાડ્યું છે તેનું નામ છે,”ડાંગની પ્રકૃતિ વિરાસતો”આ પુસ્તક ગુજરાતમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને માહિતીસભર બનાવવા સુંદર રંગબેરંગી ફોટા સાથે આ પુસ્તક તૈયાર કર્યું છે.“ડાંગની પ્રકૃતિ વિરાસતો” વિષયક e-book દ્વારા ડાંગ જિલ્લાની કુદરતી સંપત્તિ, જૈવ વૈવિધ્ય અને સંસ્કૃતિનું મહત્વ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવી પહેલો માત્ર વાંચન પૂરતી નથી, પરંતુ નવી પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને જાગૃતિ ઊભી કરે છે. ડાંગ જિલ્લાની પ્રકૃતિની તેમજ આદિવાસી કેવી રીતે પ્રકૃતિ ઉપર નિર્ભર છે તેમજ તેના સ્થળો, ધોધ, પ્રકૃતિના પ્રાણીઓ પક્ષીઓ ,કીટકો વિશે વિગતવાર વર્ણન અમિતભાઈ રાણા લિખિત પુસ્તક ‘ ડાંગની પ્રકૃતિ વિરાસતો ’- ઈ બુકના સ્વરૂપે ડાંગની પ્રકૃતિ તેમ જ અહીંની સંસ્કૃતિ વિશે જાણી-અજાણી માહિતી અને પર્યાવરણમાં મોટા યોગદાનનું વિસ્તૃત વર્ણન કરે છે. કુલ ૨૮૨ પાનાંનાં આ પુસ્તકમાં છે.ડાંગની અને ગુજરાતની દરેક શાળાઓના વિદ્યાર્થીઓએ આ ઈ બુક વાંચવી જરૂરી છે. ઉનાળા વેકેશનમાં દરેક માતા પિતાએ પોતાના સંતાનને આ ઈ-બુક વાંચવા માટે પ્રેરવું જોઈએ. તેમજ પોતે પણ વાંચવી જોઈએ.ગુજરાતી ભાષામાં લિખિત અમિત રાણાનો ebook/પુસ્તક દરેક પુસ્તક પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી લોકોને અને ડાંગમાં આવતા પ્રવાસીઓ ને માટે આ પુસ્તક એકદમ પ્રેરણા રૂપ બનશે.પુસ્તકને વ્યવસ્થિત અને માહિતીસભર બનાવવા અને યોગ્ય આકાર આપવા અમિત રાણાએ આપણું દક્ષિણ ગુજરાત ગ્રુપના મિત્રોનો ખાસ આભાર માન્યો છે.અમિત રાણાએ જણાવ્યું હતું કે મારું નવું અને પ્રથમ Ebook મેળવવા facebook ઉપર આપણું દક્ષિણ ગુજરાત ગ્રુપમાં મળી શકશે..





