GUJARATSAGBARA

દેડિયાપાડાના શિક્ષક રાહુલકુમાર ભગતનું અમદાવાદ ખાતે ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા વિષેશ સન્માન,

દેડિયાપાડાના શિક્ષક રાહુલકુમાર ભગતનું અમદાવાદ ખાતે ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા વિષેશ સન્માન,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

વિદ્યાર્થીઓમાં ગણિત, વિજ્ઞાન અને ભૌતિગ વિજ્ઞાન વિષય પ્રત્યે રૂચી વિકસાવવા અને શિક્ષણમાં નવીન પદ્ધતિઓ અપનાવવાના પ્રશંસનીય કાર્ય બદલ GSA દ્વારા પુરસ્કાર એનાયત

       ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે ગુજરાત સાયન્સ એકેડમી (GSA) દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. દેડિયાપાડા તાલુકાના નિવાલ્દા સ્થિત સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વિજ્ઞાન પ્રવાહના શિક્ષક રાહુલ પંકજકુમાર ભગતને પ્રતિષ્ઠિત ‘GSA પ્રોફેટ પી.એ.પંડ્યા વિજ્ઞાન અને ગણિત શાળા શિક્ષક પુરસ્કાર–2025’ એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા તા.7 અને 8 ફેબ્રુઆરી-2026 દરમિયાન યોજાયેલા ખાસ કાર્યક્રમમાં રાહુલ ભગતને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓમાં ગણિત, વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન વિષય પ્રત્યે રસ વિકસાવવા, તેમની પાયાની સમજ અને વિશ્લેષણાત્મક ક્ષમતાને વધુ મજબૂત બનાવવા તેમજ શિક્ષણમાં નવીન અને આધુનિક પદ્ધતિઓ અપનાવવાના તેમના પ્રશંસનીય કાર્ય બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

આ સન્માન પ્રસંગે ગુજરાત સાયન્સ એકેડમીના પ્રમુખ પ્રો.પી.એન.ગજ્જર તથા સેક્રેટરી પ્રો. નીતા એચ. શાહ દ્વારા રાહુલકુમાર ભગતને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિથી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ-નિવાલ્દા પરિવાર તેમજ ડેડિયાપાડા પંથકમાં ગૌરવની લાગણી પ્રસ

રી છે.

Back to top button
error: Content is protected !!