AHAVADANGGUJARAT

ડાંગની પાંડવા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા ઇનોવેશન ફેસ્ટિવલમાં રજુ કરાયેલ કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામી…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

સુરત ઝોન કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં પાંડવા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા રજુ કરાયેલ કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામી…

એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ એ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની એક ઉજ્જવળ પરંપરા છે કે, જેમાં દર વર્ષે શાળા શિક્ષણ સાથે સંકળાયેલ શિક્ષક, આચાર્યો કે અન્ય હિતધારકોએ પોતે કરેલી વિશિષ્ટ કામગીરી કે ઇનોવેશનને જિલ્લાના મંચ પર એક સ્ટોલમાં પ્રદર્શન સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. તાજેતરમાં જ વઘઇ ડાયટ ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GSERT) – ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) વઘઈ આયોજિત ડાંગ જિલ્લા કક્ષાનો ૧૧ મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫-૨૬ યોજાયો હતો. જેમાં ડાંગ જિલ્લાના વિવિધ શિક્ષકોએ કૃતિઓ રજુ કરી હતી જેમાં પાંડવા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી શીતલભાઈ જગદીશચંદ્ર પટેલની મિડલ સ્ટેજની કૃતિ સુરત દક્ષિણ ઝોન કક્ષાએ પસંદગી પામી હતી.

પાંડવા શાળાના આ શિક્ષક દ્વારા સુરત દક્ષિણ ઝોન કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. જ્યાં તેઓની કૃતિ રાજ્ય કક્ષાએ યોજાનાર એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પસંદગી પામી છે. શિક્ષકની આ સિધ્ધિ બદલ ગામના SMC સભ્યોએ તેઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

શિક્ષક દ્વારા તૈયાર કરેલ કૃતિમાં વિદ્યાર્થીઓને ગુણધર્મો, પરિમિતિ અને ક્ષેત્ર ફળ માટે સચોટતા અને સરળતાથી વિધાર્થી બાળકો ને સમજાવી શકાય પ્રેક્ટિકલ રીતે ભૂમિતિ નો ખ્યાલ રજુ કર્યું હતો. બાળકો પ્રત્યક્ષ રીતે ભૂમિતિનો ખ્યાલ આપી સંકલ્પના સીધી કેવી રીતે કરી શકાય અને ત્રીજું મોડલ પાણીના પી.વી.સી પાઇપ અને કન્ટ્રકશન માટે વપરાતા સામાન્ય તાર માંથી સંખ્યા રેખા બનાવી બાળકોને સંખ્યા રેખા પરથી સરવાળા, બાદબાકી, ગુણાકાર કેવી રીતે કરી શકાય તે માટેનો નવતર પ્રયોગ તૈયાર કર્યો હતો

Check Also
Close
Back to top button
error: Content is protected !!