GUJARATPANCHMAHALSHEHERA

દસ્તાવેજોમાં છેતરપિંડી આચરી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો દાહોદનો શખ્સ અમદાવાદથી ઝડપાયો

 

પ્રતિનિધિ ગોધરા તા.09

 

નિલેશ દરજી શહેરા

 

 

શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવટી દસ્તાવેજોના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે અમદાવાદના મણીનગર વિસ્તારમાંથી દબોચી લીધો છે. પકડાયેલ આરોપી રથીન અતુલભાઈ દેસાઈ રહે. દાહોદ સામે શહેરા પોલીસ મથકે વર્ષ 2025માં કિંમતી દસ્તાવેજો સાથે છેડછાડ અને છેતરપિંડી કરવાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, ત્યારથી તે ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.

 

પંચમહાલ રેન્જ આઈજી આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત દ્વારા નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે અપાયેલી સૂચના બાદ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ સક્રિય બની હતી. આ દરમિયાન એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઇને બાતમી મળી હતી કે દસ્તાવેજોના કૌભાંડનો આ આરોપી અમદાવાદમાં છુપાયો છે. બાતમીના આધારે પોલીસે મણીનગરના એલ.જી. ગ્રાઉન્ડ પાસે વોચ ગોઠવીને રથીન દેસાઈને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ સ્ક્વોડે આરોપીનો કબજો આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે શહેરા પોલીસને સોંપ્યો છે.

Back to top button
error: Content is protected !!