GUJARATPANCHMAHALSHEHERA

અણીયાદ ખાતે MGVCL દ્વારા સ્માર્ટ મીટર જાગૃતિ કેમ્પ યોજાયો: શહેરા-1 પેટા વિભાગમાં 9400 થી વધુ સ્માર્ટ મીટર કાર્યરત

 

પંચમહાલ ગોધરા

નિલેશ દરજી શહેરા

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા માર્ગદર્શિત ‘નેશનલ સ્માર્ટ મીટર પખવાડા’ અંતર્ગત MGVCLની શહેરા-1 પેટા વિભાગીય ટીમ દ્વારા અણીયાદ ગ્રામ પંચાયત ખાતે જનજાગૃતિ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ ઇજનેર આકાશ માણિયા અને જુનિયર ઇજનેર મોહિત ગોહિલ સહિત પાવરગ્રીડ અને Intellismart ના અધિકારીઓએ ગ્રામજનોને સ્માર્ટ મીટર, સ્માર્ટમીટર ની ઉપયોગીતા વિષે તથા સ્માર્ટ મીટર એપ્લિકેશન દ્વારા દૈનિક વીજ વપરાશ જોવા અને ઓનલાઈન બિલ ભરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શહેરા-1 પેટા વિભાગ હેઠળ આવતા 43 ગામો પૈકી 22 ગામોમાં 50% થી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં કુલ 9463 ગ્રાહકોએ સ્માર્ટ મીટર અપનાવ્યા છે, જેમાં શહેરા શહેરમાં 1605 અને અણીયાદ ગામમાં 659 મીટરનો સમાવેશ થાય છે. ટેકનોલોજીના માધ્યમથી બિલિંગમાં પારદર્શિતા આવતા ગ્રામજનોમાં પણ આ નવી સુવિધા પ્રત્યે વિશ્વાસ અને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!