GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન

 

MORBI:મોરબીની વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન

 

નર્મદા જિલ્લાના વિદ્યાર્થી રોશન તડવીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા તેમજ જિલ્લાનું નામ રાજ્ય સ્તરે ઉજાગર કર્યું


રાજપીપલા, સોમવાર:- ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નરની યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ ૨૦૨૫-૨૬નું આયોજન મોરબી ખાતે વેદાંત ગ્લોબલ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું.

આ રાજ્ય કક્ષાની બાળ નૃત્ય-નાટિકા તથા સર્જનાત્મક કારીગીરી સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોરબી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સર્જનાત્મક કારીગીરી કેટેગરીમાં નર્મદા જિલ્લાના ગંભીરપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી રોશન પ્રવીણભાઈ તડવીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા તેમજ નર્મદા જિલ્લાનું નામ રાજ્ય સ્તરે ઉજાગર કર્યું છે.આ સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા નાળિયેરના પાનમાંથી સ્કૂલ બેગ, ટોપા, ચંપલ, હેલિકોપ્ટર, બુકે તેમજ ગુબાલ જેવી અનોખી અને સર્જનાત્મક વસ્તુઓ તૈયાર કરવામાં આવી હતી, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

તડવી રોશન પ્રવીણભાઈની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ નર્મદા જિલ્લા શિક્ષણ પરિવારે તેમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ પ્રગતિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

Back to top button
error: Content is protected !!