GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના ખેરગામ પોલીસ મથકે ફરિયાદ કરવા ગયેલા કાર્તિક પટેલ સાથે અશોભનીય વર્તન કરાતા નવસારી જિલ્લા પોલીસવડાને ફરિયાદ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર લખાણ લખનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ કરવા ગયેલા અરજદારને જ ખેરગામ પોલીસે અશોભનીય વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલિસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરી.સોસીયલ મીડિયામાં સામાજિક આગેવાન અને સમાજ વિશે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભદ્ર કોમેન્ટ કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ કરવા ગયેલા કાર્તિક પટેલ નામના યુવકે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલને અને ગૃહમંત્રી,રાજ્ય પોલીસ વડા,જિલ્લા કલેકટરને કરેલ ફરિયાદમાં કરેલ સંગીન આક્ષેપો અનુસાર ખેરગામ પોલીસ સ્ટેશનમા પોલીસ ઇન્સ્પેક્ટર પિનલ ચૌધરી અને એએસઆઈ હિતેશ પટેલ દ્વારા કાર્તિક પટેલને આરોપી વિરુદ્ધ બીએનએસ અને આઇટી એક્ટ અનુસાર કાર્યવાહી કરવાને બદલે આરોપીને સીધું જ છાવરતા આરોપી તો ગાંડો છે,ગાંડા સાથે તું શું કામ ગાંડો થાય છે.તારે એને લેવા જવો પડશે,આરોપી તો ગાંડો છે એટલે અહીંયા નહીં આવે અને તારી ફરિયાદ પર કોઈ કાર્યવાહી નહીં થાય એવું જણાવતા જવાબમાં કાર્તિક પટેલે અત્યારે હું તમને ગાળો બોલીને હું ગાંડો છું એમ કહીશ તો તમે ચલાવી લેશો કે એવો સવાલ પૂછતાં પોલીસ ઇન્સ્પેક્ટર પિનલ ચૌધરી અને હિતેશ પટેલે ઉશ્કેરાયને અપશબ્દો બોલ્યા અને અમારે શું કરવાનું તે અમને શીખવાડવાની જરૂર નથી એવો વાણિવિલાસ કર્યો હોવાનો આક્ષેપ કાર્તિક પટેલે પોતાની ફરિયાદમા કરી,જો ન્યાય નહીં મળે અને અભદ્ર ગાળાગાળી કરનાર ઈસમ વિરુદ્ધ નિર્ધારિત સમયગાળામા કાયદાકીય પગલાં નહીં લેવામાં આવે તો આદિવાસી સમાજના આગેવાનો સાથે ખેરગામ પોલીસ સ્ટેશનની બહાર શાંતિપૂર્ણ રીતે ઘરણા પ્રદર્શન કરશે અને એની સંપૂર્ણ જવાબદારી પીઆઇ પિનલ ચૌધરી અને એએસઆઈ હિતેશ પટેલની રહેશે એવી પણ રજૂઆત કાર્તિક પટેલે જિલ્લા પોલીસ વડા સમક્ષ ઉચ્ચારી છે.પંથકના લોકોમાં ચર્ચાઓ અનુસાર આટલી વિકૃત અભદ્ર ભાષા વાપરનાર ઈસમ સામે પીઆઇ પિનલ ચૌધરી અને એએસઆઈ હિતેશ પટેલને આટલી હમદર્દી કયા કારણોસર છે? હવે આ મામલે નવસારી જિલ્લા પોલીસવડા રાહુલ પટેલ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

Back to top button
error: Content is protected !!