DAHODGUJARAT

દાહોદના સેવાભાવી યુવાન અનાડી પલાસ અને ઉમ્મીદ સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી માનવતાની મહેક – ફ્રી એમ્બ્યુલન્સ સેવા

તા.૦૧.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના સેવાભાવી યુવાન અનાડી પલાસ અને ઉમ્મીદ સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી માનવતાની મહેક – ફ્રી એમ્બ્યુલન્સ સેવા

જ્યારે મુશ્કેલી આવે છે, ત્યારે સાચો સાથી એ જ જે નિઃસ્વાર્થ ભાવે પડખે ઉભો રહે. દાહોદની જનતા માટે સેવાનો એક નવો સૂરજ ઉગ્યો છે! સમાજસેવા કરનારો અનાડી પલાસ દ્વારા સ્થાપિત “ઉમ્મીદ સેવા ટ્રસ્ટ મંડળ” હવે લાવ્યું છે એક મોટી જાહેરાત.હવે એમ્બ્યુલન્સના ભાડાની ચિંતા છોડો! દાહોદ જિલ્લાના તમામ લોકો માટે, હોસ્પિટલના કોઈપણ કામકાજ માટે, દર્દીઓને લાવવા કે લઈ જવા માટેની એમ્બ્યુલન્સ સેવા હવે કરવામાં આવી છે તદ્દન મફત રૂપિયો એક પણ નહીં, માત્ર સેવાનો ભાવ. કારણ કે અમારું લક્ષ્ય છે – કોઈ પણ દર્દી સમયસર સારવાર વગર ન રહી જાય. ઉમ્મીદ સેવા ટ્રસ્ટ, જે નામ જ છે ભરોસાનું અને માનવતાનું. તો જરૂરિયાતના સમયે અચકાયા વગર અમારો સંપર્ક કરો. આ સંદેશને એટલો શેર કરો કે દાહોદના દરેક જરૂરિયાતમંદ સુધી આ “ઉમ્મીદ” પહોંચી જાય!​ ફ્રી એમ્બ્યુલન્સ સેવા (૨૪/૭)​વિસ્તાર: સમગ્ર દાહોદ જિલ્લો ​આયોજક: અનાડી પલાસ (ઉમ્મીદ સેવા ટ્રસ્ટ મંડળ)​ સૂત્ર: “સેવા એ જ પરમો ધર્મ”

Back to top button
error: Content is protected !!