KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના મલાવ કૃપાલુ સમાધિ મંદીર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ ની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું.

 

તારીખ ૧૧/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કૃપાલુ સમાધિ મંદીર મલાવ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં જગદીશભાઈ વિશ્વકર્માએ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને તેમને પાર્ટીના કાર્યોમાં વધુ એકતા અને સમર્પણ સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પાર્ટીના કાર્યક્રમો અને યોજનાઓ વિશે વિધાનસભા કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધી ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા અને સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાઓ ને અંત્યોદય ના માનવી સુધી પહોંચાડવા સૌને આહ્વાન કર્યું હતું જ્યાં આ બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને મધ્યઝોન ના પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણ,ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ (લાલાભાઇ), પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા,કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ નગર ભાજપ મંડળના પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌ તેમજ હોદ્દેદારો સહિત જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને કાલોલ નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા અન્ય મહાનુભાવો સાથે મોટીસંખ્યામાં સમગ્ર તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પક્ષના સંગઠનાત્મક કાર્યોની સમીક્ષા કરવામાં આવી અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી જ્યાં મંચ પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંગઠનાત્મક બેઠકમાં ભાગ લેનાર ભાજપ મંડળના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પક્ષના કાર્યોમાં વધુ સક્રિય રહેવા અને જનસેવામાં જોડાવવા આહવાન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!